ઓપરેશન સિંદુર દરમિયાન ભારતીય સેનાની મજાક ઉડાવી હતી
કાવ્યા મારનની ટીમ સનરાઇઝર્સ લીડ્સએ ધ હંડ્રેડ 2026 ની હરાજી દરમિયાન એ પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો જેણે “ઓપરેશન સિંદૂર” દરમિયાન ભારતીય સેનાની મજાક ઉડાવી હતી. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ 27 વર્ષીય પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદ છે. જોકે અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે IPL ફ્રેન્ચાઇઝી ધ હંડ્રેડમાં પાકિસ્તાની ખેલાડીઓ ખરીદશે નહીં, પરંતુ આવું થયું નહીં.
સનરાઇઝર્સે અબરાર અહેમદને 190,000 પાઉન્ડ (આશરે ₹2.34 કરોડ) ની કિંમતમાં ખરીદ્યો છે. ટ્રેન્ટ રોકેટ્સે પાકિસ્તાની સ્પિનર માટે બોલી લગાવવાની શરૂૂઆત કરી હતી. ટીમે 100,000 પાઉન્ડની બોલી લગાવી, પરંતુ સનરાઇઝર્સે તેમની બોલી લંબાવી અને પાકિસ્તાની સ્પિનરને તેમની ટીમમાં સામેલ કર્યો.
મે મહિનામાં ઓપરેશન સિંદૂર પછી અબરાર અહેમદે ભારતીય સેનાની મજાક ઉડાવી હતી. તેણે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાની વાયુસેના દ્વારા પકડવામાં આવ્યાની ઘટનાનો ઉપયોગ કર્યો, જેની તસવીરો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અબરાર સનરાઇઝર્સ હૈદરાબાદમાં જોડાયા પછી ભારતીય ચાહકો ગુસ્સે ભરાયા હતા. લોકો સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એ નોંધનીય છે કે આઇપીએલ 2026 ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુશફિકુર રહેમાનને ખરીદ્યો હતો. તે સમયે, બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા, જેમાં લઘુમતી હિન્દુ વસ્તી પર અત્યાચારના અહેવાલો હતા. આ પછી, ભારતમાં માંગણીઓ વધી ગઈ કે બાંગ્લાદેશી ખેલાડીઓએ આઇપીએલમાં ન રમવું જોઈએ. અને થયું પણ એવું જ. BCCI ના નિર્દેશોને અનુસરીને KKR એ મુસ્તફિઝુરને રિલીઝ કરી દિધો. તેને ₹9.20 કરોડમાં ખરીદ્યો હતો.

