કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થયો છે, એક સપ્તાહ સુધી શહેરીજનો રંગારંગ કાર્યક્રમની મજા માણી શકશે. મ્યુનિ. કોર્પોરેશને કાંકરિયા કાર્નિવલનો રૂૂ. 5045 કરોડનો વીમો લીધો છે અને તેનું રૂૂ. 3.91 લાખનું પ્રીમિયમ ચૂકવવામાં આવ્યું છે. ચાલુ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં 25 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે 7 વાગ્યે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે અને રૂૂ. 868 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે. AMCદ્વારા બુધવારથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવશે. એક સપ્તાહ યોજાનારા રંગારંગ કાર્યક્રમોમાં સૌપ્રથમવાર ડ્રોન શો, અંડર વોટર ડાન્સ અને દુબઈમાં યોજાતો હ્યુમન પાયરો શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ગુજરાતી ગાયક કલાકારો પર્ફોર્મન્સ કરશે. AMCઆ વર્ષે લોકોને જે ગેટ ઉપર નાગરિકો જવા માગતા હોય એના માટે QRકોડ પણ જાહેર કરવામાં આવ્યા છે. શહેરીજનો કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમ અંગે માહિતી મેળવી શકે એ માટે પણ QRકોડ જાહેર કરાયા છે, જેને સ્કેન કરીને માહિતી મેળવી શકશે.
મ્યુનિ. દ્વારા કાર્નિવલ માટે ત્રણ સ્ટેજ બનાવાયા છે, ઉપરાંત લેસર શો, લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે અને નગીનાવાડી ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેન પણ રાખવામાં આવ્યા છે. મ્યુનિસિપલ સ્કૂલ અને આંગણવાડીમાં અભ્યાસ કરતાં એક હજાર બાળકો દ્વારા સામૂહિક રીતે એકસાથે કેન્ડી-ચોકલેટ ખોલીને એને સંપૂર્ણ ખાઈને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરાશે. કાર્નિવલ વખતે મેડિકલ ટીમ સહિતની મેડિકલ વાનની વ્યવસ્થા કરાઇ છે. વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડેસ્ક ઉભું કરાશે. CCTV કેમેરા, કંટ્રોલ રૂૂમ, પોલીસ બંદોબસ્ત, ફાયર બ્રિગેડનો સ્ટાફ હાજર રહેશે. ગત વર્ષની જેમ ચાલુ વર્ષે કાંકરિયા કાર્નિવલની 25 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે.

