ગુજરાત
ગોંડલમાં તહેવારો ટાંકણે જ ડિસ્કો તેલનો ધૂમ વેપલો?
પુરવઠા-આરોગ્ય તંત્ર નિદ્રાધીન હોવાનો જાગૃત લોકોનો આક્ષેપ
તહેવારની સીઝન આવી રહી છે. ત્યારે ગોંડલ શહેરમાં ભેળસેળ વાળું ખાદ્યતેલનું વેંચાણ ધૂમ થઇ રહ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસરા ગોંડલ શહેર ખાતે ડિસ્કો તેલ ખાદ્યતેલનું વેંચાણ ખુબ થઇ રહ્યું છે આ તેલ ભેળ સેળ યુક્ત તેલ છે. આ તેલને સીંગતેલ જેવી જ ક્વોલીટી આપવા માટે અનેક પ્રકારના ભેળસેળ કરવામાં આવે છે. જેમાં મુખ્ય પામતેલ હોય છે અને પામતેલમાંતી સીંગતેલ બનાવી વેંચાણ કરવામાં આવે છે. આવું તેલ ભેળસેળ યુક્ત તેલ લોકોના સ્વાસ્થય તેલ માટે હાનીકારક હોય છે. આવા તેલનું વેચાણ ઘણા સમયથી શહેરમાં થઇ રહ્યું છે. છતા પણ શહેરનું આરોગગ્ય ખાતુ અને પુરવઠા ખાતુ નિશ્ર્ચિત બની નિરાંતે બેસી રહ્યું છે. આવા ભેળસેળ યુક્ત તેલના ઉત્પાદક સામે હજુ સુધી આરોગ્ય ખાતા એ કે પુરવઠા ખાતા યે કોઇ પગલાં ભર્યા નથી તો શું તંત્રને આ વિશે જાણ નથી? કે આમાં તંત્રના હાથમાં વજન આવે છે? તેવો જાગૃત લોકોમાં પ્રશ્ર્ન ઉઠ્યો છે.