Site icon Gujarat Mirror

સુરતથી જામકંડોરણા આવેલી મહિલાના થેલામાંથી 3.48 લાખના દાગીનાની ચોરી

સુરતથી જામકંડોરણા ખાનગી ટ્રાવેલ્સની ન્યુ ધરતી ટ્રાવેલ્સની બસમાં આવેલા મહિલાના થેલામાંથી દાગીના અને ઘડિયાલ સહિતના રૂા.3.48 લાખના મુદ્દામાલની ચોરી થતાં આ અંગે જામકંડોરણા પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે. આ મામલે જામકંડોરણા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ, સુરતના યોગી ચોક પૂણા ગામ નજીક સાંઈ પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નં.102માં રહેતાં મુળ જામકંડોરણાના વૈભવનગરના વતની સ્વાતીબેન દિવ્યેશભાઈ બાલધા (ઉ.29) ગત તા.18/12નાં રોજ સાંજે 7.45 કલાકે સુરતની ન્યુ ધરતી ટ્રાવેલ્સમાં સુરતથી જામકંડોરણા આવવા નિકળ્યા હતાં. બીજા દિવસે સવારે 8.30 કલાકે જામકંડોરણા પહોંચેલા સ્વાતીબેને તપાસ કરતાં તેમનો થેલો કે જે ટ્રાવેલ્સમાં પાર્સલ બોકસમાં રાખ્યો હતો કે તેમાંથી સોના અને ચાંદીના દાગીના તેમજ ટાઈટનની 8000ની ઘડિયાલ મળી રૂા.3.48 લાખની મત્તા ચોરી થઈ હોય આ મામલે તેમણે જામકંડોરણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Exit mobile version