ગુજરાત
દિવાળી પર્વ સંદર્ભે જામનગર પોલીસ એક્શનમાં: ફૂટ પેટ્રોલિંગ કરાયું
જામનગર શહેર અને જિલ્લામાં દિપાવલીના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે અંગે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તથા જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર દેવધાની સુચનાથી ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.જામનગર શહેરમાં દીવાળીના તહેવારો શાંતિ રીતે ઉજવાય તેના ભાગરૂૂપે શાંતિ સમિતિની બેઠકો તેમજ બેંક, આંગડીયા પેઢી અને જવેલર્સ સંચાલકો સાથે તકેદારીના ભાગરૂૂપે બેઠકો તેમજ જિલ્લાની બોર્ડર ઉપર સજ્જડ બંદોબસ્ત સહિત ફુટ પેટ્રોલીંગ અને અધિકારીઓના બંદોબસ્ત અંગે પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરી છે. દરમિયાન આજરોજ જામનગરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત સ્ટાફ દ્વારા શહેરની મુખ્ય બઝાર ગણાતી બર્ધન ચોક માર્કેટ, માંડવી ટાવર રોડ, સેન્ટ્રલ બેંક રોડ વિસ્તાર, ચાંદી બઝાર વિસ્તારમાં આવેલ સોની માર્કેટ સહિત દરબારગઢ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેમાં સીટી એ. ડિવિઝનના જુદા જુદા પોલીસ ચોકીના પી.એસ.આઇ તથા અન્ય પોલીસ સ્ટાફ વગેરે જોડાયા હતા.