જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ નજીકના સમયમાં યોજાનાર છે, ત્યારે તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂૂ થઈ ચૂકી છે.જે અન્વયે મહાનગરપાલિકા ની પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. શહેરના તમામ 16 વોર્ડમાં કુલ 4,4ર,841 મતદારો નોંધાયેલ છે. એસ.આઈ.આર.ની કામગીરીના અને અન્ય કોઈ કારણોસર મહાનગર પાલિકાની ગત્ સામાન્ય ચૂંટણીની સરખામણીએ 46 હજાર મતદારો ઘટ્યા છે. જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી ટૂંક સમયમાં યોજાનાર છે.
આ માટે 4,42,841 મતદારો નોંધાયા છે. આ મતદારો માટે 41ર બુથમાં મતદાનની વ્યવસ્થા કરવામાં આવશે. વર્ષ ર0ર1 ની જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની સરખામણીએ 46,1પપ મતદારો ઘટ્યા છે. આ માટે એસ.આઈ.આર.ની તેમજ અન્ય કોઈ કારણ ગણી શકાય. કુલ 16 વોર્ડની 64 બેઠક માટે પ0 ટકા મુજબ 3ર બેઠકો મહિલા માટે અનામત છે, જેમાં આઠ ઓબીસી, મહિલા, બે અનુ.સૂચિત જાતિ મહિલા બેઠક અનામત છે. પુરુષમાં ર0 સામાન્ય, 9 ઓબીસી અનુ.જાતિની બે, અને એક અનુ.આદિજાતિ બેઠકનો સમાવેશ થાય છે.
ગત્ વર્ષ ર0ર1 ની સામાન્ય ચૂંટણીમાં 64 માંથી ભાજપને પ0, કોંગ્રેસને 11 અને બસપાને 3 બેઠક મળી હતી. હવે આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને ’આપ’ પણ ચૂંટણીમાં ઝુંકાવશે. ઉપરાંત સપા, બસપા, અપક્ષ સહિતના ઉમેદવારો મેદાનમાં ઉતરશે, જ્યારે આ ચૂંટણીમાં કોનો વિજય થાય છે એ તો આવનાર સમયમાં જ ખબર પડશે.
