સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સામે ગંભીર આક્ષેપો કરનાર સહદેવસિંહથી છેડો ફાડતું જામનગર ક્રિકેટ એસોસિએશન

રૂૂરલ ડિસ્ટ્રીકટ ક્રિકેટ વેલફેર એસોસીએશન ના પ્રમુખ તરીકે જાહેર ખુલાસો પ્રેસ આઉટ કરીએ છીએ કે, અમારી સંસ્થામાં પોતાને મળેલ વચગાળાના હુકમથી સેક્રેટરી તરીકે સહદેવસિંહ ચુડાસમા…

રૂૂરલ ડિસ્ટ્રીકટ ક્રિકેટ વેલફેર એસોસીએશન ના પ્રમુખ તરીકે જાહેર ખુલાસો પ્રેસ આઉટ કરીએ છીએ કે, અમારી સંસ્થામાં પોતાને મળેલ વચગાળાના હુકમથી સેક્રેટરી તરીકે સહદેવસિંહ ચુડાસમા હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન માં ચાલી રહેલ વિવાદ બાબતે પોતાની મનસુફીથી અખબારમાં તથા વિડીયો બનાવી અથવા બનાવડાવી અમારી સંસ્થા ના અન્ય હોદેદારો તથા ટ્રસ્ટીઓને વિશ્વાસમાં લીધા વીના બયાનબાજી કરી રહયા છે અને મીડીયા આ બાબતથી અજાણ હોય માટે આજ રોજ અમારા તમામ હોદેદારો તથા ટ્રસ્ટીઓની સહમતી મેળવી આ અખબારી યાદી બહાર પાડેલ છે.

તથા વધુમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના વિવાદમા તપાસકર્તા નિવૃત ન્યાયધિશને પણ અમારી સંસ્થાના હોદેદારો તથા ટ્રસ્ટીઓની સહમતીથી જવાબ રજુ કરી આપેલ છે અને સહદેવસિંહ ચુડાસમા પોતે એકલા બધુ નકિક કરી અમોને વિશ્વાસમાં લીધા વિના અમારી સંસ્થા વતી જે બયાનબાજી કરી રહેલ છે તેની સાથે અમારી સંસ્થાને કોઈ લેવા દેવા નથી અને તેમના નિવેદનો કે બયાનબાજી ને અમારી સંસ્થાના વિચારો કે કાર્યવાહી ન ગણવી અને તેઓ પાસે તમામ મીડીયાના મિત્રોએ અમારી સહમતી લેખીતમાં લીધા બાદ જ તેમના વિચારો કે નિવેદનો ને અમારી સંસ્થાના નામથી મીડીયામાં પ્રસારીત કરવા વિનંતી કરવામાં આવે છે. આ અખબારી યાદી સાથે એ પણ અમો જાહેર કરીએ છીએ કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા અમારી સંસ્થાને માન્યતા આપેલ છે, અને અમારી સંસ્થા જામનગર જિલ્લા ના ક્રિકેટરો ને અલગ અલગ ટુર્નામેન્ટમાં મોકલે છે.

અમારી સંસ્થા ક્રિકેટ રમત ને લગતી સંસ્થા છે અમોએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન ના વહીવટી બાબતે કોઈપણ પ્રકારે કોઈ વિવાદમાં રજુઆત કરેલ નથી. અમો ક્રિકેટ રમત ને લઈ વખતો વખત જે કંઈ રજુઆત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને કરીએ છીએ જ અને તઓ અમારી રજુઆતને ધ્યાને લઈ યોગ્ય નિર્ણયો પણ કરે છે. ક્રિકેટ રમત ને લઈ કોઈપણ સુચનો કે રજુઆતો અમારી સંસ્થા તરફથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને કરવામાં આવે છે. એમ પ્રમુખ હિતેશ ભટ્ટની યાદીમાં જણાવાયું છે.