Site icon Gujarat Mirror

જામનગર શહેરમાં દારૂૂના ધંધાર્થી સામે જામનગર સિટી બી. ડિવિઝનની પોલીસની લાલ આંખ

જામનગરમાં ચબરાક દારૂૂના ધંધાર્થી સામે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે, અને જામનગર બહારથી એક બોલેરોમાં સંતાડીને લાવવામાં આવેલો ઇંગલિશ દારૂૂ પકડી પાડ્યો છે. જો કે હાલ આરોપી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે રામેશ્વર નગર નજીક વિનાયક પાર્કમાં જી.જે. 10 ટી.એક્સ. 8967 નંબરનું બોલેરો પીકપ વેન પાર્ક કરવામાં આવ્યું છે, જેની અંદર ચોરખાનું બનાવીને ઇંગ્લિશ દારૂૂનો જથ્થો બહારથી આયાત કરવામાં આવ્યો છે. જેથી પોલીસ ટુકડીએ ત્યાં જઈને તપાસ કરતાં સૌ પ્રથમ બોલેરો સંપૂર્ણપણે ખાલી ખમ્મ જણાયો હતો.

પરંતુ સાઇડના પતરા વગેરે ચેક કરતાં એક ચોરખાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. પોલીસે ટેક્નિક વાપરી ને તેને ખોલી નાખી અંદર તપાસણી કરતાં જુદા જુદા પ્લાસ્ટિકના ત્રણ થેલામાં 36 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો સંતાડીને રાખવામાં આવ્યો હતો. જેથી પોલીસે ઇંગલિશ દારૂૂ અને બોલેરો સહિત રૂૂપિયા 4,39,000 ની માલમતા કબજે કરી છે, અને બોલેરો ના વાહનના નંબરના આધારે તેના માલિક તેમજ દારૂૂ સંતાડનારની શોધખોળ શરૂૂ કરી છે.

Exit mobile version