Site icon Gujarat Mirror

જામજોધપુર ભાજપ નેતા દ્વારા મજૂરોને મજૂરી ન આપી, ધમકી આપતા પોલીસમાં રાવ

અંદાજીત 11 લાખ રૂપિયાનું પેમેન્ટ બાકી : ન્યાય અપાવવા લેખિત અરજી

જામ જોધપુર માર્કેટિંગ યાર્ડમાં હાલ સરકાર દ્વારા થતી ટેકા ના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે તે ખરીદ મગફળી કરવા નું કામ જગતાત મંડળી દ્વારા રાખવામાં આવેલ છે આ મગફળી ખરીદીમાં મજૂરી કામનો કોન્ટ્રાક્ટ રમેશભાઈ મકવાણા જેતપુર વાળાએ રાખેલ છે જે કોન્ટ્રાક્ટ નો કરાર જગતાત મંડળી વતી રવિભાઈ સિહોરા રમેશ ભાઈ મકવાણ સાથે લેખીતમાંકરેલ છે રવિભાઈ સિહોરા હાલ શહેર ભાજપનુ પ્રમુખપદ શોભાવી રહ્યા છે રવિભાઈ સિહોરા જગતાત મંડળી દવારા થતી કાના ભાવે ખરીદીના કામ માં ભાગીદાર છે 7-11- 25 નારોજ કામ ચાલુ થયેલ હોય જેમા 9 -12 25 સુધીની મજૂરી નીરકમ આપેલ છે ત્યારબાદ ત્યારબાદ 10-12 રપ થી આજ દિવસ સુધીનું મજૂરી કામનું કોઈપણ જાતનું પેમન્ટ આપેલ નથી કામ હાલમાં પણ ચાલુ છે.

અંદાજીત 11 લાખજેવી રકમનું પેમેન્ટ બાકી છે જે આજ દિવસસુધી અમોને ચુકવોલ નથી આરકમની રવિભાઈ સિહોરા આગળ માગણી કરતા રૂૂપિયા આપવાની ના પાડી ગાળા ગાળી કરવા લાગેલ મડળીના સંચાલકો રૂૂઆબદાર હોય રૂૂપિયા ના આપવાના બદઈરાદે રમેશભાઈ સાથેગેરવર્તન કરવામાં આવેલ આમ રમેશભાઈ મકવાણા 150 થી 200 મજુરો ને કામે રાખેલ હોઈ આ બધાને મજૂરી આપવાની હોય રમેશભાઈ ની આર્થિક સ્થીતી કફોળી બની ગઈહોય બાકીની રકમ જગતાત મંડળીના ભાગીદારો ખુશાલ ભાઈ જાવિયા (માજી તાલુકા ભાજપ પ્રમુખ ) તેમજ રમેશભાઈ રાવલીયા તેમજ રવિભાઈ સિહોરા ( શહેર ભાજપ પ્રમુખ ) પાસે માંગતા ઉગ્ર ભાષા માં ધમકી આપે છે રમેશભાઈ મકવાણાએ મજૂરી નાકોન્ટ્રાક્ટ કામ નો કરાર રવિભાઈ સિહોરા એકરેલ અને મજૂરી કામના આર્થિક વ્યાવહાર તેમના ભાગીદાર ખુશાલ ભાઈ જાવિયા અને રમેશભાઈ રાવલીયા દ્વારા કરાતો હતો.

ઉપરાંત આ લોકાના ભાગીદાર તાલુકા ભાજપ પ્રમુખ એવા ભાગ્યેશભાઈ માણસેરીયા દ્વારા ધરાર નબળી મગફળી ભરાવતા હતા આ અંગે અમો વિરોધ કરતા અવાર નવાર ધમકી આપવામાં આવતા આમ રમેશભાઈ મકવાણા પેતતાના મજૂરી ના રૂૂપિયાની વારંવાર ઉધરાણી કરતા જગતાત મંડળીના સંચાલકો દ્વારા મજૂરીના નાણા ચુકવવાના બદલે રમેશભાઈ મકવાણાને ઉગ્ર ભાષામાં ધમકી આપતા હોઈ આખરે પોલીસ તંત્રનો સહારો લેવા માટે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં મંડળીના સંચાલકો એવા ભાજપના નેતા વિસદ્ધ કડક પગલા લેવા અને પોતાને ન્યાય અપાવવા જામજોધપુર પોલીસ સ્ટેશમાં લેખિત અરજી કરતા આ વાતને લઈ શહેરભરમાં ચકચાર જાગી છે

Exit mobile version