Site icon Gujarat Mirror

ધોરાજીમાં જમીન માપણી મામલે શેઢા પાડોશી વચ્ચે માથાકૂટ

ધોરાજીમાં જમીન માપની વખતે બે શેઢા પાડોશી વચ્ચે માથાકૂટ થયા બાદ મારામારી થઇ હતી જેમાં બન્ને પક્ષોએ સામે સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુલ 14 સામે ગુનો નોંધ્યો છે.

મળતી વિગતો મુજબ જૂનાગઢના વડાલમાં રહેતા રમેશ રવજીભાઈ સુખડીયાએ કરેલી ફરિયાદમાં જયસુખભાઈ માવજીભાઈ વઘાસીયા, નિલેશભાઈ કાનજીભાઇ વઘાસીયા , જયેશભાઈ વલ્લભભાઈ વઘાસીયા, ભાવેશભાઈ વલ્લભભાઈ વઘાસીયા, વિજયભાઈ વલ્લભભાઈ વઘાસીયા , કેલ્વીનભાઇ વિજયભાઇ વઘાસીયા, આકાશ રતીલાલ વઘાસીયા, વિજયભાઈ કુરજીભાઈ સાંકળીય , કરણભાઈ દેવશીભાઇ જાદવ, મૌલીકભાઇ ગોવિંદભાઈ જાદવ, દિલો ટ્રેકટર, ખુશાલભાઇ હમીરભાઇ ભારાઇ અને અરવિંદભાઈ માધાભાઇ મોણપરાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની જમીનની બાજુમા જયસુખભાઇ માવજીભાઇ વઘાસીયા તથા મનિષાબેન નિલેશભાઇ વઘાસીયાના નામે જમીન છે જે જમીનમા થઇને તેની જમીનના ઉગમણા ભાગે ભાઇ વિનોદભાઇના કબ્જાની 273 સ્ક્વેર મીટર બોર (રિંગદાર)વાળી જમીન આવેલ છે તે જમીનમા શાકભાજી વાવેલ હતુ તેમાથી રમેશભાઈ શાકભાજી ઉતારતા હતા તે વખતે જયસુખભાઇ માવજીભાઇ વઘાસીયા સહિતના શખ્સો આવ્યા અને જગ્યામા આવીને જગ્યા માપવા લાગેલા જેથી રમેશભાઈએ તેઓને ના પાડતા છતાં વાવેલુ શાકભાજી ઉખાડી નાખેલ અને બન્ને જમીનની હદ અલગ થાય તે રીતે બાણ ખોડેલા હતા તે બાણ ઉખાડી નાખેલા જેથી રમેશભાઈએ મોબાઇલમા વીડીઓ ઉતારતા તેમના ઉપર હુમલો કર્યો હતો.

અને જમીનમા આવેલ બોર(રિંગદાર)મા પાણી ખેંચવા માટેની સબમ શીંબલ મોટર પાવરનો કેબલ તથા કાળા ગેંડા સાથે હતી જે બોરની બહાર ગેંડો આવતો હતો તે તોડી નાખીને બોરમા ઉ તારી દિધેલ હતો અને પાવર સપ્લાઇનો કેબલ પણ કાપી નાખેલ.આમ કુલ રૂૂ. 95,400 ની નુકશાની કરી હતી. સામે પક્ષે જયસુખભાઇ માવજીભાઇ વઘાસીયાએ કરેલી ફરિયાદમાં રમેશ રવજીભાઈ સુખડીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું કે,આ જમીન મે આજથી છ માસ પહેલા વિજયભાઇ વલ્લભભાઈ વઘાસીયા પાસેથી ખરીદ કરેલ ત્યારે બન્નેની જમીનની હદ અલગ થાય તે રીતે જુના બાણ નાખેલા હતા તેના આધારે ફેંસિંગ કરવા વાળા માણસોને બોલાવીને રમેશભાઇની હાજરીમા ફેનસિંગ કરાવેલ હતી અને જમીનના ઉગમણા ભાગે શાકભાજી વાવેલ હતુ.

પરંતુ અમારે ખેતીકામ કરવાનુ હોય અને અમને શાકભાજી નડતુ હોય જેથી અમે તે શાકભાજી કાઢી નાખતા રમેશભાઇ ઉશ્કેરાઈ જઈને ધમકી આપી ખોટા કેશમા ફસાવી દઇશ અને તમારી વિરુધ્ધ સિવિલ કોર્ટમા ફરીયાદ કરિશ અને આ જમીનનો વર્ષો સુધી નિકાલ નહી આવવા દઉં તેવી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Exit mobile version