ગુજરાત
જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા વાજતે ગાજતે નીકળી ભવ્ય શોભાયાત્રા
જલારામ બાપાની 225મી જન્મ જયંત્તી નિમિત્તે મહાપ્રસાદ, મહાઆરતીમાં અન્નકૂટ દર્શનમાં હજારોની સંખ્યામાં જલારામ ભક્તો ઊમટી પડ્યા : શોભાયાત્રાનું ઠેર – ઠેર વિવિધ સંસ્થાઓ, સામાજિક અગ્રણીઓ દ્વારા સ્વાગત
જલારામ બાપાની 225મી જન્મ જયંતિ નિમિતે જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા આયોજીત શોભાયાત્રા શાનદાર રીતે સંપન્ન થઈ શોત્રાયાત્રાનો પ્રારંભ ચૌધરી હાઈસ્કૂલ પટાંગણમાંથી થયેલ તે પૂર્વે શોત્રાયાત્રાનો અહેવાલ તથા આગળ પ્રવચન જલારામ જન્મોત્સવ સમિતિના પ્રવિણભાઈ કાથવાર દ્વારા કરવામાં આવેલ ઉપસ્થિત સંતો સર્વે શ્રૃતિ પ્રકાશ સ્વામી, પરલ પ્રિય સ્વામી સ્વામીનારાયણ ગુરુકુલ અનમોલદાસજી બાપુ લાલ હનુમાન નવાગામ આદિત્ય શાસ્ત્રી પૂજા રામજીમંદિર લોહાણા મહાજન રાજકોટ તતા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારુ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઈ ચોટાઈ, જીતેન્દ્રભાઈ ચંદારાણા, ડો. પરાગભાઈ દેવાણી, હિરેનભાઈ કોટક તથા અગ્રણીઓનું પુષ્પગુચ્છ તથા જલારામ બાપાના ખેસથી અભિવાદન, અનુસંધાને સર્વે, રમેશભાઈ ઠક્કર, પ્રવિણભાઈ કાનાબાર, અશોક હિંડન્ચો, નવીનભાઈ છગ, રમણભાઈ કોટક, મયડભાઈ પાઉ, મનુભાઈ જોબનપુત્રા, અશ્ર્વિનભાઈ રાજેશભાઈ મીરાણી દ્વારા કરવામાં આવેલ હતું. સતગલ દ્વારા આર્શીવર્ચન પાઠવવામાં આવ્યા હતા.
જલારામ બાપા સમક્ષ દિપ પ્રાગટ્ય કરી જલારામ બાપા પરચા જીવનચરિત્ર્ય વિશે જલારામ ભક્તોને જણાવવામાં આવ્યું હતું. ગત 224મી જલારામ જય્તિમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ફ્લોટ્સ હોલ્ડરો જેમાં રઘુવંશી યુવાગ્રુપ વોર્ડ-10, બોલબાલા ચે.ટ્રસ્ટ વસંત સાઉન્ડ સર્વિસ ગણાત્રા પરિવાર જવા લોહાણા યુવક પ્રગતિ મંડળનું હરતુ ફરતુ અન્નક્ષેત્ર ર્ીંનપૂર્ણા રથના સંચાલકોનું સંતો તથા શ્રી રાજુભાઈ પોબારુ તથા મહાજન મુરલીઓના હસ્તે શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ શોત્રાયાત્રામાં અનેરુ આકર્ષણ જમાવનાર તમામ પ્રવેત પાત્રોમાં પધારેલા ભુલકાઓ બાળકોનું પણ વિશિષ્ટ અભિનંદન કરવામાં આવેલ તથા રઘુવંશી ચિલ્ડ્રન સોસાયટીને અભિનંદન પાઠવવામાં આવેલ શોભાયાત્રામાં જલારામ બાપાની શોભાયાત્રાનું સ્વાગત કરવા પધારેલા દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ યુસુફભાઈ જોહરકાર્ડસ તથા તેની ટીમનું અજુભાઈ પોબારુ તથા જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા અભિવાદન કરવામાં આવેલ શોત્રાયાત્રામાં મનીષભાઈ રાડિયા, દંડક શાસકપક્ષ વિક્રમભાઈ પૂજારા, ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાંતુભાઈ રૂપારેલિયા પ્રમુખ વિશ્ર્વ હિન્દુ પરિષદ જસુમતિબેન વશાણી તથા કમલેશભાઈ મીરાણી તથા સંસ્થાના અગ્રણીઓ મહિલા મંડળ-યુવક મંડળ ડો. અજાલભાઈ દાસાણી તથા અગ્રણીઓ નવીનભાઈ ઠક્કર ઉપપ્રમુખ રાજકોટ કેળવણી મંડળ રાજકોટ સહિત જલારામ ભક્તો શોભાયાભામાં પધારેલ હતા. તેઓથીનું અભિવાદન કરવામાં આવેલ હતી. જે.કી. ભાઈ કક્કડનું અભિવાદન કરવામાં આવેલ.
તમામ ભાવિકોનું ચૌધરીહાઈસ્કૂલના પટાંગણમાં શરબદતથી સ્વાગત કરવામાં આવેલ તથા જલારામ ભક્તોને પ્રસાદી સ્વરૂપે જલારામ બાપાનો ખેસ આપવામાં આવેલ શોત્રાયાત્રાનું પ્રસ્થાન રાજુભાઈ પોબારુ તથા મહાજન મુરબ્બીઓ, રઘુવંશી અગ્રણીઓ, જલારામ જન્મોત્સવ સમિતિના સભ્યો દ્વારા જલારામ બાપાના નાદ સાથે કરવામાં આવેલ ત્યારે સમગ્ર વાતાવરણ વીરપુરમય જલારામ બની ગયેલ તથા જલારામ બાપાનો જય જય કાર કરવામાં આવેલ ચૌધરી હાઈસ્કૂલ પટાંગણમાં શોભાયાત્રાનું કાર્યક્રમ સંચાલન અશોક હિંડોચા દ્વારા કરવામાં આવેલ આભારવીધી નવીનભાઈ છગ દ્વારા કરવામાં આવેલ શોભાયાત્રાનું શાનદાર સ્વાગત સદરબજાર મિત્ર મંડળ દ્વારાવેપારીઓ જલારામ ભક્તો દ્વારા કરવામાં આવેલ જ્યા ંતમામ જલારામ ભક્તોને લાઈવ ઢોકળાનો પ્રસાદ આપવામાં આવેલ જલારામ બાપાની રંગોળી કરવામાં આવેલ તથા શોભાયાત્રાનું ફટાકડા,રંગબેરંગી ફુલજરો દ્વારા સ્વાગત કરવામાં આવેલ અકિલા પરિવારના મોભી તથા માર્ગદર્શક કિરિટભાઈ ગણાત્રા મનીષભાઈ ગણાત્રા, અરજીતભાઈ ગણાત્રા તથા સમગ્ર ગણાત્રા પરિવાર જ્યાં અકિલા પરિવાર દ્વારા શોત્રાયાત્રાનું શાનદાર સ્વાગત કરી જલારામ બાપાના દર્શન કરી શોભાયાત્રાનું અભિવાદન જ્યાં ફુલહાર પડે સ્વાગત કરવામાં આવેલ હતું.
તદ ઉપરાંત શહેર ભાજપના તમામ હોદેદારોએ સાંસદો, ધારાસભ્યઓ મેયર તમામ પદાધિકારીઓ તતા અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું શાનદાર સ્વાગત કરવામાં આવેલ ધર્મેન્દ્ર રોડ પર રોયલગ્રુપ વેપારીએસોસીએશન અશોકભાઈ પેંડાવાળાલ પુજારા પરિવાર તથા હિતેશભાઈ અનડકટ, ઘી કાટા વેપારી એસોસીેશન હિન્ડોચા પરિવાર અંબિકા ગરબી મંડળ ટ્રસ્ટ, રાજદેવ પરિવાના તમામ સભ્યો મનોજભાઈ વગેરે દ્વારા શોભાયાત્રાનું શાનદાર સ્વાગત કરવામાં આવેલ વીરાણી હાઈસ્કૂલ ખાતે રઘુવંશી પરિવાર ચે.ટ્રસ્ટના હસુભાઈ ભગદેવ પ્રતાપભાઈ કોટક, મેહુલભાઈ નથવાણી તથા સમગ્ર ટીમ દ્વારા શોભાયાત્રાનું શાનદાર સ્વાગત કરવામાં આવેલ નાની નાની કુંવારીકાઓ દ્વારા ઢોલનગારાસાથે શોભાયાત્રાનું શાનદાર સ્વાગત કરવામાં આવેલ તથા રઘુવંશી પરિવારના બહેનોની ટીમ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવેલ શ્રીમતિ કાશ્મીરાબેન નથવાણી તથા રઘુવંશી અગ્રણી બહેનો દ્વારા શભાયાત્રાનું અભિવાદન કરવામાં આવેલ શોભાયાત્રા સંપન્ન થયા બાદ જલારામ ધામ ખાતે રઘુવંશી પરિવાર ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત જલારામ જયંતિ મહોત્સવ માં ભગવાન રામચંદ્રજી, જલારામ બાપા, ગુરુદેવની પ્રતિમા સમ જલારામ બાપાની મહાઆરતી કરવામાં આવેલ જેમાં જલારામ જન્મોત્સવ સમિતિ, રઘુવંશી પરિવાર તથા રઘુવંશી અગ્રણીઓ જલારામ ભક્તો દ્વારા મહાઆરતી કરવામાં આવેલ ત્યાર બાદ જલારામ બાપાનો મહાપ્રસાદ યોજવામાં આવેલ હતો.