કડક કાયદો છતાં ‘નીટ’નું પેપર ફૂટ્યું એ શરમજનક

દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (નીટ)નું પેપર ફરી એક વાર ફૂટી ગયું. આ પરીક્ષા રદ…

દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (નીટ)નું પેપર ફરી એક વાર ફૂટી ગયું. આ પરીક્ષા રદ થતાં પરીક્ષા આપનારા 2 3 લાખ વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલ ઉભો થઈ ગયો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) નીટ લે છે. 2024માં પણ નીટનું પેપર ફૂટી જતાં પરીક્ષા રદ કરીને નવેસરથી લેવી પડી હતી. બે વર્ષના ગાળામાં બીજી વાર પેપર ફૂટે એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું કહેવાય.

એજન્સીએ નવી પરીક્ષાની તારીખો ક્યાર લેવાશે તેનો ફોડ નથી પાડ્યો પણ એકદમ સરકારી રાહે સધિયારો આપી દીધો છે કે, નવેસરથી લેવાનારી પરીક્ષાનો કાર્યક્રમ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમ જાહેર થશે ત્યાં સુધી 23 લાખ વિદ્યાર્થી અધ્ધર જીવે રહેશે. જે વિદ્યાર્થીઓનાં પેપર સારાં ગયાં છે એ મેડિકલમાં એડમિશન મળશે એવાં સપનાં જોતા હતા પણ પરીક્ષા રદ થતાં તેમનાં સપનાં ચકનાચૂર થઈ ગયાં છે. હવે એ લોકોનું ભાવિ પણ અનિશ્ચિત થઈ ગયું છે.

પરીક્ષા રદના નિર્ણયે આ વિદ્યાર્થીઓને વગર લેવેદેવે માનસિક તણાવની ભેટ આપી દીધી છે. કરે કોઈ ને ભરે કોઈ જેવી તેમની હાલત થઈ ગઈ છે. 2024માં નીટ અને યુજીસી નેટનાં પેપર ફૂટ્યાં પછી નરેન્દ્ર મોદી સરકારે તાત્કાલિક રીતે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન -ઓફ અનફેર મીન્સ) એક્ટ 2024 લાગુ કર્યો હતો અને પાછલી અસરથી એટલે કે 21 જૂન, 2024થી તેનો અમલ પણ શરૂૂ કરી દીધો હતો. 2024ના ફેબ્રુઆરીમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા આ કાયદાનો ઉદ્દેશ દેશભરમાં યોજાતી સ્પર્ધાત્મક અને સામાન્ય પ્રવેશ પરીક્ષાઓમાં છેતરપિંડી અટકાવવાનો છે.આ કાયદા હેઠળ સરકારી નોકરીઓની ભરતી માટેની પરીક્ષાઓમાં છેતરપિંડી બદલ ઓછામાં ઓછી 3 થી 5 વર્ષની જેલની સજા અને 10 લાખ રૂૂપિયાનો દંડ કરવાની જોગવાઈ છે.

ગેંગ બનાવીને પેપર લીક કરાશે તો તેને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગણીને ગેંગમાં સામેલ ? લોકોને 5 થી 10 વર્ષની જેલ અને એક કરોડ રૂૂપિયાનો દંડ કરવાની પણ જોગવાઈ છે. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ બદલ ઓછામાં ઓછાં પાંચ વર્ષની કેદની સજાની જોગવાઈ પરીક્ષાનું સંચાલન કરતી ? સંસ્થા, સેવા પૂરી પાડનાર અથવા અન્ય રીતે સામેલ સંસ્થા કે કંપનીઓને પણ આ જોગવાઈ લાગુ પડે છે. આ કાયદામાં મિલકત જપ્ત કરવાની પણ જોગવાઈ છે. આ કાયદા છતાં પેપર લીક થયું તેનો મતલબ શું ? પેપર લીક -કરનારાએ સરકારને સીધો પડકાર જ ફેંક્યો છે કે તમારાથી થાય એ કરી લો, અમે તો પેપર ફોડવાના જ. હવે સરકારે તેમને પાઠ ભણાવીને દાખલો બેસાડવાનો છે -કે, પેપર ફોડીને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરીને તમે નહીં ? બચી શકો.