હૈદરાબાદને 86 રને કારમી હાર આપી ગુજરાત પોઈન્ટ ટેબલમાં નંબર વન

સુદર્શને 44 બોલમાં 61 અને વોશિંગ્ટન સુંદરે 33 બોલમાં 50 રન ફટકાર્યા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 56મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) ગઇકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ…

સુદર્શને 44 બોલમાં 61 અને વોશિંગ્ટન સુંદરે 33 બોલમાં 50 રન ફટકાર્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 56મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) ગઇકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ 82 રનથી જીત્યું હતું. ગુજરાતે હૈદરાબાદને 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ હૈદરાબાદ ફક્ત 86 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આ સીઝનમાં પ્રભાવશાળી પ્રદર્શન કરી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સે 12 માંથી આઠ મેચ જીતી છે અને 16 પોઈન્ટ હાંસલ કર્યા છે.

બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદ 12 માંથી સાત મેચ જીતી ચૂક્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદના 14 પોઈન્ટ છે અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. રન ચેઝમાં સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લેમાં હૈદરાબાદની ચાર વિકેટ પડી ગઈ. મોહમ્મદ સિરાજે ટ્રેવિસ હેડને શૂન્ય પર આઉટ કર્યો હતો. રબાડાએ અભિષેક શર્મા (6 રન), ઇશાન કિશન (11 રન) અને સ્મરણ રવિચંદ્રન (9 રન) ને આઉટ કર્યા. સ્મરણ આઉટ થયો ત્યારે હૈદરાબાદનો સ્કોર ચાર વિકેટના નુકસાન પર 32 રન હતો. સલિલ અરોરાએ કેટલાક સારા શોટ રમ્યા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. સલિલ (16 રન) ને પ્રસિદ્ધ કૃષ્ણાએ આઉટ કર્યો હતો.

હોલ્ડરે હેનરિક ક્લાસેન (14 રન) અને નીતિશ કુમાર રેડ્ડી (2 રન) ને એક જ ઓવરમાં આઉટ કર્યા જેના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 60/7 થઈ ગયો. શિવાંગ કુમાર (4 રન), પેટ કમિન્સ (19 રન) અને પ્રફુલ હિંગે (3 રન) આઉટ થનારા છેલ્લા ત્રણ બેટ્સમેન હતા. ગુજરાત તરફથી રબાડા અને જેસન હોલ્ડરે ત્રણ-ત્રણ વિકેટ લીધી જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ લીધી. રાશિદ ખાન અને મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ લીધી હતી.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ગુજરાત ટાઇટન્સે 5 વિકેટે 168 રન બનાવ્યા. ગુજરાત ટાઇટન્સે શરૂૂઆત નબળી રહી, કેપ્ટન શુભમન ગિલ (5 રન) ને ત્રીજી ઓવરમાં પ્રફુલે આઉટ કર્યો બાદમાં પ્રફુલે ખતરનાક બેટ્સમેન જોસ બટલર (7 રન) ને આઉટ કર્યો હતો.

ત્યારબાદ નિશાંત સિંધુ અને સાઈ સુદર્શને ત્રીજી વિકેટ માટે 38 રનની ભાગીદારી સાથે ઇનિંગ્સને સ્થિર કરી હતી. નિશાંતે 22 રનનું યોગદાન આપ્યું હતું. વોશિંગ્ટન સુંદર અને સાઈ સુદર્શને ચોથી વિકેટ માટે શાનદાર 60 રનની ભાગીદારી કરી હતી. સુદર્શને 44 બોલમાં 61 રન બનાવ્યા જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. સુદર્શનને ફાસ્ટ બોલર શાકિબ હુસૈને આઉટ કર્યો. સુદર્શનના આઉટ થયા પછી વોશિંગ્ટન સુંદરે બાજી સંભાળી. સુંદરે 33 બોલમાં 50 રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી.

ગુલાબી જર્સી પહેરી રમવા ઉતરી ગુજરાતની ટીમ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આમને-સામને આવ્યા, ત્યારે ક્રિકેટ ફેન્સ માટે એક આશ્ચર્યજનક દ્રશ્ય જોવા મળ્યું. ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ જ્યારે ટોસ માટે મેદાન પર આવ્યા ત્યારે તેઓ પોતાની પરંપરાગત નેવી બ્લૂ જર્સીને બદલે આછા ગુલાબી રંગની જર્સીમાં સજ્જ હતા. ગુજરાત ટાઇટન્સની ટીમે આ ખાસ જર્સી કોઈ ફેશન સ્ટેટમેન્ટ માટે નહીં, પરંતુ એક સામાજિક જવાબદારીના ભાગરૂૂપે પહેરી છે. ફ્રેન્ચાઇઝી દર વર્ષે આઈપીએલની સીઝનમાં એક હોમ મેચ પિંક જર્સી પહેરીને રમે છે. જેનો મુખ્ય હેતુ કેન્સર સામેની લડાઈ વિશે જાગૃતિ ફેલાવવાનો અને આ ગંભીર બીમારી સામે લડી રહેલા દર્દીઓને સમર્થન જાહેર કરવાનો છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ આઈપીએલની અન્ય ટીમો પણ આ રીતે સામાજિક સંદેશા વહેતા કરે છે.