મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો પણ અપલોડ કરી રૂા. 800 થી 1000 માં વેંચ્યા
આરોપીના મોબાઇલમાંથી 20 ટેલીગ્રામ આઇડી મળ્યા : આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર
બેંક એકાઉન્ટ તપાસવા અને અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ ?
રાજકોટની પાયલ હોસ્પિટલમા નર્સિંગ હોમમા સારવાર માટે આવતી મહીલાઓના સીસીટીવી ફુટેજ મેળવી લઇ યુટયુબ પર વાઇરલ કરનાર ત્રીપુટીને ઝડપી લેવામા રાજકોટ સાયબર ક્રાઇમ અને અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. જયારે પોલીસે સીસીટીવી ફુટેજ વેચીને રૂપીયા કમાવવાનો કારસો કરનાર પ્રજજવલ તૈલી, રાજ પાટીલ અને ચંદ્ર પ્રકાશને ઝડપી લીધા છે. તેમના મોબાઇલમાથી સંખ્યાબંધ હોસ્પીટલ, મોલ, શોપ અને પાર્લરના ફુટેજ મળી આવ્યા છે. પોલીસે હાલ ત્રણેય પ્રાથમીક પુછપરછ કરતા આવા વીડીયો જોવા માટે વિકૃત લોકો રૂ. 800 થી 1પ00 ચુકવતા હતા તેમજ હેકર દ્વારા સીસીટીવી હેક કરવામા આવ્યા હતા તેમના આઇપી એડ્રેસ રોમાનીયા અને એટલાન્ટાના હોવાનુ સામે આવ્યુ છે.
આ સમગ્ર ઘટના મામલે સાયબર સેલ અને ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો આ અભદ્ર વીડીયો વાઇરલ થયા તે યુટયુબ ચેનલો અને ટેલીગ્રામ ગ્રુપ મહારાષ્ટ્રના સાંગલી, લાતુર તેમજ યુપીના પ્રયાગરાજમાથી ઓપરેટ થતા હોવાની વિગતો તપાસમા સામે આવી હતી જેને આધારે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.
આવા વીડીયો ખરીદવા માટે પહેલા ઓનલાઇન રૂપીયા લઇ લેવામા આવતા હતા આ સમગ્ર ઘટનામા મહીલાઓના ચેકઅપ સમયના આપતીજનક ફુટેજ વેચવાના વિકૃત કૃત્ય કરનાર ત્રણેય નરાધમ પ્રજજવલ અશોક તૈલી, ચંદ્રપ્રકાશ ફુલચંદ અને પ્રજ રાજેન્દ્ર પાટીલને મેટ્રો કોર્ટમા રજુ કરવામા આવ્યા છે જયા સરકારી વકીલ દ્વારા 14 દિવસના રીમાન્ડની માંગ કરવામા આવતા કોર્ટે આરોપીઓના 1 માર્ચ સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે. સરકારી વકીલે આરોપીઓનાં 14 દિવસના રીમાન્ડની માંગ સાથે કોર્ટમા જણાવ્યુ હતુ કે આરોપીઓનાં મોબાઇલમાથી ર0 ટેલીગ્રામ આઇડી મળી આવ્યા છે તેમજ તેમના બેંક એકાઉન્ટ તપાસવા માટે અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ ? તેની તપાસ કરવામા આવશે તેમજ ગુનાના મુળ સુધી પહોંચવા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામા આવ્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ત્રણેય આરોપીઓને પકડી પુછપરછ કરવામા આવતા તપાસ દરમિયાન કુંભમા સ્નાન કરતી મહીલાઓનાં વીડીયો પણ વેચ્યાનો મોટો ખુલ્લાસો થયો છે. તેમજ આ વીડીયો આરોપીઓ ટેલીગ્રામ મારફતે વેચતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમજ આરોપીઓએ રાજકોટની પાયલ હોસ્પીટલ સિવાય અલગ અલગ જીલ્લા અને રાજયની કુલ 60 થી 70 હોસ્પિટલનો સીસીટીવી ફુટેજ હેક કર્યાનો તપાસમા પર્દાફાશ થયો છે. તેમજ આ આરોપીઓ આ મોટુ રેકેટ એક વર્ષથી ચલાવતા હોવાનુ જાણવા મળી રહયુ છે તેમજ આરોપીઓના 8 દિવસના રીમાન્ડ મળતા પોલીસ આરોપીઓને સાથે રાખી અન્ય કઇ કઇ હોસ્પીટલોના ફુટેજ હેક કર્યા છે તે અંગે તપાસ કરશે.
આરોપીની ટેલીગ્રામ ચેનલમાં 100થી વધુ સબસ્ક્રાઇબર !
મહીલાનાં મેડીકલ ચેકઅપ અંગેના વીડીયો ફુટેજ યુટયુબ પર અપલોડ થયાની ઘટનામા રાજકોટ તેમજ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા 3 આરોપીઓને પકડી લેવામા આવ્યા છે. આ ઘટનામા પોલીસ તપાસમા જાણવા મળ્યુ હતુ કે યુપીના પ્રયાગરાજનો ચંદ્રપ્રકાશ વીડીયો અને ફોટા ઓનલાઇન વેચી કમાણી કરતો હતો અને આરોપીની ટેલીગ્રામ ચેનલમા 100 થી વધુ સબસ્ક્રાઇબર હોવાનુ સામે આવ્યુ છે તેમજ તેમના ચેનલમા હોસ્પીટલ ઉપરાંત થીયેટર, મોલ સહીતના વીડીયો મળી આવ્યા છે.

