એમ્બાપ્પેનો ચમત્કાર, ફ્રાન્સ સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની

ફીફા વર્લ્ડ કપ 2026માં 100 ટકા જીતનો રેકોર્ડ જાળવી રાખતું ફ્રાન્સ, મોરક્કોને 2-0થી હરાવ્યું ફીફા વર્લ્ડકપ 2026ની પહેલી ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાન્સે મોરક્કોને હરાવ્યું છે. બોસ્ટન…

ફીફા વર્લ્ડ કપ 2026માં 100 ટકા જીતનો રેકોર્ડ જાળવી રાખતું ફ્રાન્સ, મોરક્કોને 2-0થી હરાવ્યું

ફીફા વર્લ્ડકપ 2026ની પહેલી ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાન્સે મોરક્કોને હરાવ્યું છે. બોસ્ટન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ફ્રાન્સે 2-0થી જીત મેળવી હતી. ફ્રાન્સ ફીફા વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે. ફ્રાન્સને સેમિફાઈનલમાં પહોંચાડવામાં કિલિયન એમ્બાપ્પેનો મોટો હાથ રહ્યો હતો. એમ્બાપ્પે ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કો વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

મોરક્કોને ક્વાર્ટર ફાઈનલમાં હરાવી ફ્રાન્સે ફીફા વર્લ્ડકપ 2026માં પોતાની 100 ટકા જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ફ્રાન્સે સેમિફાઈનલ સુધીની સફર 6 મેચમાં 16 ગોલ સાથે પુરી કરી છે. જેનાથી સેનેગલ અને ઈરાન વિરુદ્ધ પહેલી 2 મેચમાં 3-3 ગોલ સામેલ રહ્યા હતા. ત્યારબાદ નોર્વે વિરુદ્ધ 4 ગોલ કર્યા હતા. સ્વીડન વિરુદ્ધ 3 ગોલ કર્યા, પરાગ્વે વિરુદ્ધ 1 ગોલથી જીત મેળવી હતી અને હવે છઠ્ઠી મેચમાં મોરક્કોને 2-0થી હરાવ્યું હતુ.
ફ્રાન્સે મોરક્કો વિરુદ્ધ ક્વાર્ટર ફાઈનલમાં બંને ગોલ મેચના બીજા હાફમાં કર્યા હતા. પહેલા હાફમાં ગોલ થયો નહી. પરંતુ પહેલા હાફના 28 મિનિટમાં ફ્રાન્સને 1-0થી લીડ મળી જાત જો અમ્બાપ્પે પણ મેસીની જેમ પેનલ્ટી મિસ ના કરી હોત. મેસ્સીએ જે રીતે રાઉન્ડ ઓફ 16માં ઈજિપ્ત વિરુદ્ધ પેનલ્ટી મિસ કરી આવું ક્વાર્ટર ફાઈનલ મેચમાં એમ્બાપ્પે ચૂકી ગયો હતો.

બીજા હાફની રમત શરુ થયાના 15 મિનિટ પછી એમ્બાપ્પેએ ગોલ બિલકુલ એ અંદાજમાં કર્યો. જેવો ઈજિપ્ત વિરુદ્ધ મેસ્સીએ પેનલ્ટી મિસ થયા બાદ કર્યો હતો. એમ્બાપ્પે 60મી મિનિટમાં શાનદાર ગોલ કર્યો અને ફ્રાન્સને 1-0થી લીડ અપાવી હતી.

ગોલ કર્યા બાદ 6 મિનિટ પછી તેમણે એક શાનદાર અસિસ્ટ કર્યુ. જેના પર દેમ્બેલે મોરક્કોને ગોલપોસ્ટમાં ગોલ કર્યો હતો અને ફ્રાન્સની લીડને 2-0 કરી હતી. ફ્રાન્સની આ લીડ છેલ્લી સુધી રરહી હતી. જેનું પરિણામ એ આવ્યું કે, ફ્રાન્સની ટીમ સેમિફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

પત્રકાર પરિષદમાં બે પત્રકારો વચ્ચે ઝપાઝપી
ફ્રાન્સ-મોરોક્કો વચ્ચેની ક્વોર્ટર ફાઇનલ માટે એક તરફ દેશ-વિદેશના અનેક પત્રકારો કવરેજ માટે પાક્કી તૈયારી કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ પત્રકાર પરિષદમાં બે પત્રકાર વચ્ચે ખટપટ થઈ હતી અને પછી તો તેઓ મારામારી પર ઉતરી આવ્યા હતા જેને પગલે મામલો ગંભીર થઈ ગયો હતો. મોરોક્કો ના ખેલાડી બ્રાહિમ ડિયાઝ આ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના સવાલના જવાબ આપી રહ્યો હતો ત્યારે અચાનક બે પત્રકાર વચ્ચે ઝઘડો શરૂૂ થયો હતો. વાત ત્યાં જ સુધી નહોતી અટકી. બન્ને પત્રકાર ઝપાઝપી પર ઉતરી પડ્યા હતા. પત્રકાર પરિષદ માં આવું ક્યારેય ન બને, પણ ફિફા વર્લ્ડ કપમાં માહોલ જ એવો છે જેમાં લગભગ દરેક મેચમાં હરીફ ખેલાડીઓ એકમેકને નીચે પાડવા કોઈ કસર નથી છોડતા. મેદાન પર બનતી એવી ઘટનાની નકારાત્મકતા જાણે મનમાં ઘર કરી ગઈ હોય એમ બન્ને પત્રકાર પણ એકબીજાને ઝાંખા પાડવા ઝઝૂમી રહ્યા હતા.