આંતરરાષ્ટ્રીય
ઈઝરાયલનો વેસ્ટ બેંકમાં ભીષણ હુમલો, હમાસનો વધુ એક કમાન્ડર ઠાર
બે દિવસમાં 17 નાગરિકોના પણ મોત
ઈઝરાયેલે શુક્રવારે વેસ્ટ બેંકમાં હમાસના કમાન્ડર વસીમ હાઝેમને ઠાર કર્યો છે. હાઝેમને જેનિન શહેરમાં ઈઝરાયેલી સેનાની વેસ્ટ બેંકમાં ત્રીજા દિવસની કાર્યવાહી દરમિયાન મારી નાંખવામાં આવ્યો હતો. હાઝેમને જે કારમાં માકરવામાં આવ્યો તેમાં હથિયારો, વિસ્ફોટકો અને મોટા પ્રમાણમાં રોકડ મળી આવી છે. વેસ્ટ બેંકમાં ઈઝરાયેલની સેના આ છેલ્લા 20 વર્ષમાં સૌથી મોટી કાર્યવાહી ચલાવી રહી છે.આ કાર્યવાહીમાં શરૂૂઆતી બે દિવસમાં 17 નાગરિકોના મોત થયા છે. તેમાં ઈસ્લામિક જેહાદ ફોર્સના સ્થાનિક કમાન્ડરનો પણ સમાવેશ થાય છે. પેલેસ્ટાઈની નાગરિકોની બહુમતી ધરાવતા આ વેસ્ટ બેંક પર ઈઝરાયેલનો કબ્જો છે.
ગાઝામાં દવાઓના ક્ધસાઈનમેન્ટ લઈને જઈ રહેલા કાફલા પર ઈઝરાયેલી સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. ઈઝરાયલે કહ્યું છે કે કાફલામાં સામેલ વાહનમાં સશસ્ત્ર લોકોને જોઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. બ્રિટિશ સરકારે પશ્ચિમ કાંઠે ઈઝરાયેલ દ્વારા શરૂૂ કરાયેલી સૈન્ય કાર્યવાહી પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. બ્રિટને ઈઝરાયેલને સંયમ રાખવા અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવાની સલાહ આપી છે.