આંતરરાષ્ટ્રીય
ઇઝરાયલને હાથ લાગ્યો હિઝબુલ્લાહનો ગુપ્ત ખજાનો, 500 મિલિયન ડોલરનું સોનું-રોકડ મળી
ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે સંઘર્ષ ચાલુ છે. ઈઝરાયેલની સેના હિઝબુલ્લાહની જગ્યાઓ પર સતત બોમ્બમારો કરી રહી છે. સૈન્યએ સોમવારે દાવો કર્યો કે તેણે હિઝબુલ્લાના બેઝ પર પ્રવેશ મેળવ્યો હતો જ્યાં 500 મિલિયનની રોકડ અને સોનું મળી આવ્યું હતું. આ ખુલાસો રવિવારે રાત્રે ઇઝરાયેલી એરફોર્સ દ્વારા હિઝબુલ્લાહની નાણાંકીય સંપત્તિને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલા બાદ કરવામાં આવ્યો છે.
ઈંઉઋનાપ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ એક ટેલિવિઝન બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે અમે હિઝબુલ્લાહની જગ્યાઓ પર પહોંચી ગયા છીએ. બંકર અલ-સાહેલ હોસ્પિટલની નીચે બેરૂૂતના મધ્યમાં સ્થિત છે. ખજાના વિશે માહિતી હોવા છતાં તેના પર હજુ સુધી કોઈ સીધો હુમલો થયો નથી. આ બંકરમાં 500 મિલિયન ડોલરની અડધી સંપત્તિ હોઈ શકે છે.
રવિવારે રાત્રે કરાયેલા હવાઈ હુમલામાં હિઝબુલ્લા સાથે જોડાયેલી લગભગ 30 સાઇટ્સને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં હિઝબુલ્લાહ સાથે જોડાયેલી નાણાંકીય કંપની અલ-કર્દ અલ-હસન (અચઅઇં) દ્વારા સંચાલિત સાઇટ્સનો સમાવેશ થાય છે. અચઅઇં એ ચેરિટી તરીકે નોંધાયેલ છે, ઇઝરાયેલ અને યુએસ બંને દ્વારા તેના પર હિઝબુલ્લાહના મહત્વપૂર્ણ નાણાંકીય હાથ તરીકે સેવા આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, લશ્કરી હેતુઓ માટે રોકડ અને સોનાના ભંડાર સુધી પહોંચવાની સુવિધા આપે છે. હગારીએ દાવો કર્યો હતો કે આ ભંડોળનો ઉપયોગ હાલમાં ઈઝરાયેલ પર હુમલો કરવા માટે થઈ રહ્યો છે. ઈઝરાયેલ તરફથી આવા હુમલા થતા રહેશે.
સોમવારે પૂર્વી લેબનોન શહેર બાલબેકમાં એક ઘર પર ઈઝરાયેલના ડ્રોન હુમલામાં છ લોકો માર્યાં ગયા હતા અને અન્ય 8 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. સિવિલ ડિફેન્સ ટીમોએ મૃતદેહોને બહાર કાઢ્યા હતા, જ્યારે લેબનોન રેડ ક્રોસે ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં પહોંચાડ્યાં હતા.