ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો વિવાદ ફરી વકર્યો છે. આજે ઈઝરાયલની સેનાએ જાહેર કર્યું છે કે તેમના સૈનિકો હવે સીધા દક્ષિણ લેબેનોનની અંદર જઈને સૈન્ય કાર્યવાહી કરી રહ્યા છે. આ ઓપરેશન પાછળની મુખ્ય વ્યૂહનીતિ એ છે કે, સરહદ પર સૈનિકોની સંખ્યા વધારીને હિઝબુલ્લાહના હુમલા રોકવા, જેથી ઉત્તર ઈઝરાયલમાં રહેતા સામાન્ય લોકો સુરક્ષિત રહી શકે.
ટૂંકમાં, ઈઝરાયલ હવે વધુ આક્રમક રીતે પોતાની સરહદનું રક્ષણ કરવા માટે લેબેનોનની અંદર સૈન્ય કાર્યવાહી કરી રહ્યું છે. આ ઉપરાંત ઇઝરાયેલે આજે તહેરાનમાં પોલીસ કમાન્ડ સેન્ટર પર ભીષણ હુમલો કરી એને ધવસ્ત કયુ હતુ સામે નેતન્યાહુની ઓફિસ પર ઇરાને હુમલો કર્યો હતો.
બીજી તરફ, ઈઝરાયલના હુમલા સામે હવે લેબેનોનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ સંગઠને પણ વળતો પ્રહાર શરૂૂ કર્યો છે. લેબેનોનના બેરૂૂત જેવા શહેરો પર થયેલા બોમ્બમારાના બદલામાં, હિઝબુલ્લાહએ ઉત્તર ઈઝરાયલમાં આવેલા મિલિટરી એર બેઝ પર ડ્રોન વડે હુમલા કર્યા છે. એટલું જ નહીં, તેમણે ગોલાન હાઇટ્સમાં આવેલા ઈઝરાયલી સૈન્ય મથકો પર પણ રોકેટમારો કરીને મોટું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ઈઝરાયલી કાર્યવાહી સામે હિઝબુલ્લાહ હવે ડ્રોન અને રોકેટના ઉપયોગથી આક્રમક રીતે જવાબ આપી રહ્યું છે.
ઈઝરાયલ સરકાર હાલમાં પીછેહઠ કરવા તૈયાર નથી અને સરહદ પર ભારે તણાવ હોવા છતાં સ્થાનિક લોકોને સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી નથી. જોકે, સંભવિત હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. નેતન્યાહૂ સરકારનું આક્રમક વલણ અને સામે પક્ષે હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવી રહેલા ડ્રોન તથા રોકેટ હુમલાઓને કારણે સ્થિતિ વણસી છે.
આ બંને પક્ષો વચ્ચેની ટક્કરને લીધે સમગ્ર મધ્ય-પૂર્વ ફરી એકવાર ભીષણ યુદ્ધના ઉંબરે આવીને ઊભું છે.

