કહીં પે હૈ નિગાહે કહીં પે હૈ નિશાના પંજાબને આકર્ષવા હરિયાણી બજેટ

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ સોમવારે વિધાનસભામાં નાણામંત્રી તરીકે આ કાર્યકાળનું તેમનું બીજું બજેટ રજૂ કર્યું. બજેટના મુદ્દાઓ ઉપરાંત, કેટલાક દ્રશ્યો અને શબ્દોએ રાજકીય ચર્ચા…

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ સોમવારે વિધાનસભામાં નાણામંત્રી તરીકે આ કાર્યકાળનું તેમનું બીજું બજેટ રજૂ કર્યું. બજેટના મુદ્દાઓ ઉપરાંત, કેટલાક દ્રશ્યો અને શબ્દોએ રાજકીય ચર્ચા જગાવી છે. પ્રથમ, મુખ્યમંત્રી નાયબ સૈની ભગવી પાઘડી પહેરીને બજેટ રજૂ કરવા પહોંચ્યા. બીજું, તેમણે ગુરુ નાનક દેવજીના “કિરાત કર, નામ જપ, વંદ છક” ના સિદ્ધાંતથી પોતાના બજેટની શરૂૂઆત કરી. આનો અર્થ છે પ્રામાણિકપણે કામ કરવું (કિરાત), ભગવાનનું નામ (નામ) યાદ રાખવું અને પોતાની કમાણી (વંદ) વહેંચવી.

આ ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપ હાઇકમાન્ડ અને નાયબ સિંહ સૈની આગામી વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી મોડમાં પ્રવેશી ચૂક્યા છે. તેઓ પંજાબીઓને આકર્ષવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે સૈનીને આગળ ધપાવીને, ભાજપ શીખ અને પછાત વર્ગના મતદારોનો ટેકો મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

નૈબ સિંહ સૈનીને આગળ રાખીને, ભાજપ ગયા વર્ષે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં થયેલા “જાદુ”નું પુનરાવર્તન કરવાની આશા રાખે છે, જ્યારે પાર્ટીએ બધા વિશ્ર્લેષકોની આગાહીઓને અવગણીને સતત ત્રીજી વખત સરકાર બનાવી હતી. જોકે, પંજાબમાં પરિસ્થિતિ અલગ છે. ભાજપે અત્યાર સુધી અહીં યોજાયેલી ચૂંટણીઓમાં ખાસ સારું પ્રદર્શન કર્યું નથી. તેને ત્રણ વખત શિરોમણી અકાલી દળ સાથે સત્તામાં ભાગીદારી કરવાની તક મળી છે, પરંતુ દરેક વખતે ભાજપ નાના ભાઈની ભૂમિકામાં સમેટાઈ ગયો છે. આ વખતે, ભાજપ આ છબી તોડવા અને પોતાના દમ પર સારું પ્રદર્શન કરવા માંગે છે.
કોઈ પણ સંજોગોમાં, અકાલીઓ સાથેનું તેનું જોડાણ હાલમાં ડગમગતું છે.