Site icon Gujarat Mirror

સરકારી વાહનના દુરુપયોગ બદલ મનપાના શાસકપક્ષાન નેતા સામે તપાસના આદેશ

લોક સંસદ વિચાર મંચના દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર ત્રણ), ગજેન્દ્રસિંહ ઝાલાની સંયુક્ત યાદી જણાવે છે કે તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શાસક પક્ષના નેતા વોર્ડ નંબર 11ના કોર્પોરેટર લીલુબેન જાદવ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોતાને ફાળવાયેલી સરકારી કારનો દુરુપયોગ કરી જન સેવાને બદલે અંગત સેવા માટે સરકારી કારનો ઉપયોગ કરવાનું ફલિત થતાં પ્રજાના ખર્ચે અપાયેલ આ કારમાં ગાંધીનગર જવાને બદલે દ્વારકા, સોમનાથ અને અંબાજી સહિતના ધાર્મિક સ્થળોએ કાર ફેરવવામાં આવી હતી અને આ કાર પર સાયરન પણ ગેરકાયદેસર લગાવવામાં આવેલ છે અને આ શાસક પક્ષના નેતાને ફાળવાયેલી કારનો દુરુપયોગ થયાનો ભાંડાફોડ થતાં લોક સંસદ વિચાર મંચ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર, રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને પ્રજાના ખર્ચે ફાળવાયેલી મોટરકારનો દુરુપયોગ કરવા બદલ ગુનો નોંધવા તારીખ 12/9/25 લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

જે રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે પૈસા પ્રજાના જલસા પોતાના નેતાની આ કારની ફાયર બ્રિગેડ દ્વારા અપાયેલ લોગશીટની નોંધ અને ડ્રાઇવરનું નિવેદન નોંધી તટસ્થ તપાસ કરી કારનો દુરુપયોગ થવાનું ફલિત થાય તો નેતા પાસેથી બજાર ભાવ પ્રમાણે તેમના વેતનમાંથી પ્રવાસના નાણાંની રિકવરી કરવી અને ગુનો નોંધવા અપીલ કરી હતી તેના અનુસંધાનમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને રજુઆત સંદર્ભે તપાસ કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા પોલીસ કમિશનરે આદેશ કરતા તપાસનીસ અધિકારીએ એસ.ટી બસ પોર્ટ પોલીસ ચોકીના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એસ.મહંત દ્વારા ફરિયાદી પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણીનું નિવેદન નોંધવામાં આવ્યું છે. પોલીસની તપાસ ગોકળગાયની ગતિએ આગળ વધી રહી છે. ગુનો નોંધવામાં નહીં આવે તો આ અંગે આગામી મુખ્યમંત્રી ફરિયાદ સ્વાગત કાર્યક્રમમાં પણ ફરિયાદ કરવામાં આવશે.

Exit mobile version