નશાખોર નબીરા કાર ચાલકે માતા-પુત્રને કચડી નાખ્યા

અમદાવાદમાં ફૂટપાથ ઉપર પાથરણુ કરી ગુજરાન ચલાવતા ગરીબ પરિવારની જિંદગી રોળી નાખી, ફોચ્યુનરમાંથી બિયરના ડબલા મળ્યા અમદાવાદના નિકોલ વિસ્તારમાં નશાની હાલતમાં ફોર્ચ્યુનર કાર ચલાવી ફૂટપાથ…

અમદાવાદમાં ફૂટપાથ ઉપર પાથરણુ કરી ગુજરાન ચલાવતા ગરીબ પરિવારની જિંદગી રોળી નાખી, ફોચ્યુનરમાંથી બિયરના ડબલા મળ્યા

અમદાવાદના નિકોલ વિસ્તારમાં નશાની હાલતમાં ફોર્ચ્યુનર કાર ચલાવી ફૂટપાથ પર ચડાવનાર ચાલકે તબાહી મચાવી છે. અક્ષર હોસ્પિટલ નજીક રાત્રિના સમયે સર્જાયેલા અકસ્માતમાં પાથરણું ચલાવતા માતા-પુત્રના મોત થયા છે, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ફોર્ચ્યુનર કારમાંથી છ બિયરના ટીન પણ મળી આવ્યા હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કાર ચાલક વિરલ ચૌધરીનો બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેથી તે નશામાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે કારચાલક વિરલ ચૌધરી સામે 105 અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નિકોલના અક્ષર હોસ્પિટલ નજીક સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. નશાની હાલતમાં હોવાના આરોપ વચ્ચે ફોર્ચ્યુનર કારના ચાલકે કાર ફૂટપાથ પર ચડાવી દીધી હતી. ફૂટપાથ પર પાથરણું ચલાવતા 30 વર્ષીય પૂનમબેન નગવાડિયા અને તેમના 15 વર્ષીય પુત્ર સાગર નગવાડિયાને ફોર્ચ્યુનર કારચાલકે અડફેટે લીધા હતા. અકસ્માતમાં બંનેના મોત થયા છે.
અકસ્માતમાં ખરીદી કરવા આવેલા કાર્તિક વચેજા પણ ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે એક અજાણી મહિલા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અકસ્માત બાદ પોલીસની તપાસમાં ફોર્ચ્યુનર કારમાંથી છ બિયરના ટીન મળી આવ્યા હતા. અને અકસ્માત સર્જનાર કારચાલક 36 વર્ષીય વિરલ ચૌધરી નાના ચિલોડાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

જોકે અકસ્માતની જાણ થતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ઇગજની કલમ 105 તેમજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.