Site icon Gujarat Mirror

SVUM દ્વારા 11મીથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળો

આફ્રિકા અને સાઉથ ઇસ્ટ એશિયાના 30 જેટલા દેશોમાંથી 200 કરતા વધુ ડેલિગેટ્સ પધારશે

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તારીખ 11 થી 13 ફેબ્રુઆરી 2026 દરમ્યાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ગ્રાઉન્ડ, સિંધુ ભવન રોડ ખાતે એસ.વી.યુ.એમ. 2026 આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ભવ્ય આયોજન સતત 12 મી વખત થવા જઈ રહ્યું છે. આ વેપાર મેળામાં સ્થાનિક અને રાજ્ય/રાષ્ટ્રીય કક્ષા એથી લગભગ 20 થી 25 હજાર મુલાકાતીઓ મુલાકાત લેશે. 30 કરતા વધુ દેશોમાંથી 200 કરતા વધુ આફ્રિકા અને એશિયા ના દેશો માંથી વિદેશી ગ્રાહકો પણ ભાગ લેશે.

દર વર્ષની માફક આ વર્ષે પણ લગભગ 200 જેટલા વિદેશી બિઝનેસમેન અને વુમન ભાગ લેશે જેમાં મુખ્યત્વે એગ્રીકચર ઇક્વિપમેન્ટ્સ ઇમ્પ્લિમેન્ટ્સ, સબમર્સીબલ પમ્પ્સ, અને ફૂડ પ્રોસેસિંગ મશીનરીઝ, ઓટો અને એન્જિન પાર્ટ્સ, બિલ્ડીંગ મટીરીઅલ અને મશીનરી, કેમિકેલ, ક્ધફેશનરી,, કોસ્મેટિક અને બ્યુટીકેર, એન્જિનિયરિંગ એસેસરીઝ, ફૂટવેર, ફર્નિચર, હર્બલ પ્રોડકટ્સ, હોસ્પિટલ ઇક્વિપમેન્ટ્સ, હાઉસહોલ્ડ આઇટમ્સ, ઇરીગેશન અને વોટર સિસ્ટમ, જ્વેલરી અને લાઈફ સ્ટાઇલ, કીચનવેર, કિચન ઇક્વિપમેન્ટ્સ અને વાસણો, મેડિકલ ટુરિઝમ, માઇનિંગ અને ડ્રિલિંગ, પેકેજીંગ, પેઇન્ટ્સ એન્ડ હાર્ડવેર, પર્ફ્યુમ્સ, ફાર્મા અને હેલ્થકેર, પ્લમ્બિંગ, રિન્યુએબલ એનર્જી, સ્પાઈસીસ, સ્ટેશનરી, સર્જીકલ ઇક્વિપમેન્ટ્સ એન્ડ પ્રોડકટ્સ ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ્સ, સોલાર અને પાવર, ફિશિંગ, હેન્ડિક્રાફ્ટ્સ, ફેશન બુટીક્સ વગેરે પ્રોડકટ્સ ની ખરીદી માટે આવી રહ્યા છે.

આ વેપાર મેળામાં સાણંદ, વટવા, નરોડા, ઓઢવ, કઠવાડા,ઝાક, સાંતેજ, ગેઝિયા, જીઆઇડીસી એશોશિએશન તથા GSPMA, SGCCI, AEMA ચાંગોદર ચેમ્બર, તથા રાજસ્થાન ના જોધપુર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને મરુધરા ઇન્ડસ્ટ્રીઝ એશોશિએશન સહયોગી સંગઠન તરીકે જોડાયેલ છે.

એસ.વી.યુ.એમ 2026 આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં વિદેશના દેશો જેમકે ઘાના, સુદાન, બુર્કિનાફાસો, ટોગો, તાન્ઝાનિયા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, યુગાન્ડા, કેન્યા, સેનેગલ, કોંગો, ગેબોન, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, લંકા, સહીતના 20 કરતા વધુ દેશોમાંથી 200 કરતા વધુ ડેલિગેટ્સ / બિઝનેસમેન મુલાકાત લેશે. તેઓ 5 દિવસ અમદાવાદ રોકાશે અને વિવિધ ફેક્ટરીઓની મુલાકાત પણ લેશે. આ પ્રદર્શન માં સ્થાનિક 120 થી વધુ કંપનીઓ સ્ટોલ રાખી ભાગ લઇ શકે અને વિદેશી કંપનીઓ સાથે પોતાના બિઝનેસ ગોઠવી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે.

શોને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પરાગ તેજૂરા, ઉપપ્રમુખો મહેશ નગદીયા તથા પ્રભુદશભાઈ તન્ના, મંત્રી ભુપતભાઇ છાટબાર, ટ્રસ્ટી પદુભાઈ રાયચુરા, રાજુભાઈ સંઘવી તથા તથા સુરેશ તન્ના જહેમત ઉઠાવી રહ્યા છે.
સંસ્થા દ્વારા પ્રતિષ્ઠિત વ્યાપારીઓ અને ઉદ્યોગકારોની એડવાઈઝરી બોર્ડની રચના કરવામાં આવી જેમાં ચેરમેન તરીકે કા અજીતભાઈ શાહ, પ્રમુખ સાંણદ ઇન્ડસ્ટ્રીઝ એશોશિએશન, વાઇસ ચેરમેન તરીકે જો વશિષ્ઠ પટેલ, પ્રમુખ વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશન તથા સભ્યો તરીકે અનીશ પટેલ, પ્રમુખ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એશોશિએશન, અશ્વિન પટેલ, પ્રમુખ અમદાવાદ એન્જીનીયરીંગ મેન્યુફેક્ચરર્સ એસોશિએશન, સુભાષ ગઢવી, ભૂતપૂર્વ પ્રમુખ કલોલ ઇન્ડસ્ટ્રીઝ એશોશિએશન, ભરતભાઈ પટેલ પ્રમુખ નરોડા ઇન્ડસ્ટ્રીઝ એશોશિએશન, શૈલેષ પટેલ પ્રમુખ સાંતેજ ઇન્ડસ્ટ્રીઝ એશોશિએશન, દિગંત સોમપુરા, જય શાહ, હિતેશ ઠક્કર, ઉષા કપૂર, ડો. શ્રેણિક શાહ જોડાયેલ છે. આ વ્યાપાર મેળાની વધુ જાણકારી માટે 94267 43752 કોલ કરી શકાય અથવા www.svumshow.com વેબસાઈટ ઉપરથી માહિતી મળી શકશે

Exit mobile version