ગુજરાત

પાંચ PIની આંતરિક બદલી, 11 કોન્સ્ટેબલને પ્રમોશન

Published

on

શહેરના અલગ અલગ પાંચ પોલીસ ઇન્સ્પેકટરની પોલીસ કમિશ્નર દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે. શહેરમાં છેલ્લા ગણા દિવસથી વધી રહેલા ગુનાખોરીના બનાવોને કારણે અમુક પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સવાલો ઉભા થયા હોય જેને ધ્યાને લઇ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા બદલીનો હુકમ કર્યો છે.ઉપરાંત 11 કોન્સ્ટેબલની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.


પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા રજા ઉપરથી આવ્યા બાદ જ બદલીના હુકમ કરવામાં આવ્યા છે. શહેરના કેટલાક પોલીસ સ્ટેશનમાં બનેલા બનાવો બાદ ત્રુટી અંગેની વિગતો પોલીસ કમિશ્નર સુધી પહોંચી હતી. આથી એકસાથે પાંચ પી.આઈ.ની અરસ પરસ બદલી કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક,એરપોર્ટ,યુનિવર્સીટી અને લીવ રિઝર્વમાં રાખેલા પી.આઈની બદલીના હુકમ કરવામાં આવ્યા હતા.બદલી પામેલામાં એરપોર્ટના પી.આઈ. જે.એસ. ગામીતને ટ્રાફિકમાં જયારે તેમના સ્થાને ટ્રાફિક શાખાના આઈ.એન. સાવલિયાને એરપોર્ટ પોલીસ મથકમાં મુકાયા છે. યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઈ. એમ.જી. વસાવાની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને રીડર શાખાના એચ.એન. પટેલને યુનિવર્સિટી પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.

મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે ટ્રાફિક શાખાના પી.આઈ એસ.આર. મેઘાણીને લિવ રિઝર્વ મૂકી દેવામાં આવ્યા છે.ઉપરાંત 11 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી કેટલાકની બદલી પણ કરવમાં આવી છે. જેમાં એસ.ઓ.જીના વિરદેવસિંહ વિક્રમસિંહ જાડેજાને યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં, કમાન્ડ એન્ડ કંટ્રોલના સાગર દામજીભાઇ માવદિયાને એડીવીઝનમાં, માલવીયાનગરના ગિરીરાજસિંહ સુખદેવસિંહ ઝાલાની યુનિવર્સીટી પોલીસ મથકમાં, ટ્રાફીક શાખાના શ્રધ્ધાબેન વિનોદભાઇ રામાણી અને વિજય કરશન નકુમ તેમજ મહિલા પોલીસ મથકના ખુશાલી ચંદુભાઇ ગોહેલની એ-ડીવીઝનમાં, બી-ડીવીઝનના હરેશકુમાર પુનાભાઇ સારદિયા અને ભક્તિનગરના રાહુલ રણજીતસિંહ ઠાકુરને યુનિવર્સીટી પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. તેમજ પ્ર.નગરના બ્રિન્દા બાબુલાલ ગોહેલ,પીસીબીના ફુલદીપસિંહ રામદેવસિંહ જાડેજા, અને યુનિવર્સીટી પોલીસ મથકના દિવ્યરાજ સુખદેવસિંહ જાડેજાને હેડકોન્સ્ટેબલ તરીકે બઢતી આપી ત્યાંજ પોલીસ મથકમાં જ પોસ્ટીંગ આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version