દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 16 પી.એસ.આઈ.ની આંતરિક બદલી કરવામાં આવી છે.
જેમાં મીઠાપુરના જે.એમ. અગ્રાવતને રીડર શાખામાં, એમ.આર. બારડને ઓખાથી ભાણવડ, એસ.એસ. ચૌહાણને ફેરોલ સ્ક્વોડમાંથી રીડર ટુ એસ.સી. એસ.ટી. સેલ ડીવાયએસપી, વી.આર. શુકલને કલ્યાણપુરથી દ્વારકાધીશ મંદિર સુરક્ષા, કે.એમ. જાડેજાને રીડર શાખામાંથી ઓખા મરીન, કે.કે. મારુને બેટ દ્વારકાથી ખંભાળિયા, ડી.એ. વાળાને દ્વારકાથી લીવ રિઝર્વ, એચ.એચ. હરસોડાને દ્વારકાધીશ મંદિર સુરક્ષામાંથી મહિલા પોલીસ સ્ટેશનમાં, બી.કે. કડછાને ભાણવડથી સાઇબર ક્રાઈમ વિભાગમાં. જે.ટી. ચાવડાને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં, એમ.આર. રાજપૂતને જિલ્લા ટ્રાફિક શાખામાં, આર.આર. ઝરૂૂને બેટ દ્વારકાથી જિલ્લા કંટ્રોલ રૂૂમમાં, વી.એન. સીંગરખીયાને ઓખાથી લીવ રીઝર્વમાં, એમ.આર. સવસેટાને કલ્યાણપુરથી લીવ રિઝર્વમાં. એસ.કે. બારડને સાયબર ક્રાઇમમાંથી કલ્યાણપુર પોલીસ મથકમાં અને આર.એચ. સુવાને વાડીનાર મરીનથી ભાણવડ પોલીસ મથકમાં બદલી કરવામાં આવ્યા છે.
