રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ અને કચ્છના વાતવરણમાં પલટો જોવા મળ્યો છે. માવઠાની આગાહી વચ્ચે રાજકોટનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે અને રાજ્યભરમાં રાજકોટ હોટ સિટી તરીકે પ્રસ્થાપિત થયું છે.
બપોરના સમયે ભારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આગામી એક સપ્તાહ હવામાનમાં પણ સતત પલટો આવવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર આગામી એક સપ્તાહ અગ્નગોળામાં ફેરવાઈ તેવી આગાહી વ્યક્ત કરવા આવી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં આગામી રવિવાર અને સોમવાર બે દિવસ વાતાવરણમાં પલટો આવસે જ્યારે અમરેલી અને ભાવનગર પંથકમાં ગાજવીજ સાથે માવઠુ વરસવાની આગાહી હવામાન વિભાગે ક રી છે. તો રાજકોટમાં પારો 42 ડિગ્રીએ સ્થિર થયો છે.
રવિવારે પણ રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસમાં મોટાભાગે હવામાન સુકુ રહેવાની સંભાવના છે. આજથી અમરેલી, ભાવનગર, તાપી એન ડાંગ જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં ત્રણ દિવસ સુધી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળુ વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ ત્યાર બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.
પવનની દિશા અત્યારે પશ્ર્ચિમથી ઉત્તર, પશ્ર્ચિમ તરફની છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. અને એક ટ્રફ સિસ્ટમ દક્ષિણ-પૂર્વ રાજસ્થાનની મણિપુર સુધી ફેલાયેલી છે. જેની અસર ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણ પર પડશે.
રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પારો 42 ડિગ્રીએ સ્થિર જોવા મળ્યો હતો. ગુરૂવારે શહેરનું તાપમાન 42 ડિગ્રીએ નોંધાયું હતું. બપોરના સમયે ગરમ પવનો અને સુર્યનારાયણના અંગ દઝાડતા તાપથી અકળાઈ ઉઠ્યા હતાં. શહેરના રાજમાર્ગો પર બપોરે વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. કાળઝાળ ગરમીથી બચવા લોકોએ લચ્છી, લીંબુ, શરબત, છાશનો સહારો લીધો હતો.
ક્યાં કેટલુ તાપમાન
શહેર તાપમાન
રાજકોટ 40.9
અમરેલી 40.3
ભાવનગર 37.8
ભૂજ 39.4
દીવ 36.3
દ્વારકા 30.6
કંડલા 34.8
નલિયા 34
ઓખા 32.8
પોરબંદર 33.7
26મી એપ્રિલે તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી
હવામાન વિભાગની આગાહી બાદ ખાનગી આગાહીકારો પણ આગામી મતદાનની તારીખ ને લઈને અનેકવિધ આગાહી કરવામાં આવી રહી છે ત્યારે કાલથી 23 એપ્રિલ દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂૂ થઈ જાય તેવી પણ શક્યતાઓ સિવાય રહી છે અને આ એક્ટિવિટીથી ક્યાંક ગરમીમાં રાહત મળે તો પણ નવાઈ નહીં. પરંતુ મતદાનના દિવસે તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી રહેશે જેથી ત્યાંથી જ રાજકીય પક્ષો મતદારોને વહેલી સવારમાં જ મતદાન કરવા માટે જણાવી રહ્યા છે. ગુજરાતમાં પણ 42 ડિગ્રી આસપાસ ગરમી રહેશે. સૌરાષ્ટ્રમાં 38થી 42 ડિગ્રી, કચ્છમાં 40 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં 38થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષોએ મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે અલગ-અલગ રણનીતિ અપનાવી છે. ભાજપ દ્વારા મતદારોને વહેલી સવારે અથવા સાંજે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ મતદાન મથકો પર છત્રી, ઠંડુ પાણી અને ઘછજ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સૂચનાઓ આપવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ મતદારોમાં ઉત્સાહ અને આક્રોશને મતપેટી સુધી પહોંચાડવા માટે પરિવહન, પાણી અને છાશ જેવી સુવિધાઓ સાથે સિનિયર સિટિઝન માટે ખાસ વ્યવસ્થા કરી રહ્યો છે.

