Site icon Gujarat Mirror

કારમાં દારૂનો જથ્થો ભરીને નીકળેલો બૂટલેગર ઝડપાયો

જામનગર તાલુકાના લાવડીયા ગામમાં રહેતા બે દારૂૂના ધંધાર્થીઓ કે જેઓએ જામનગર શહેરના રણજીત સાગર રોડ પર પુષ્કર સોસાયટીમાં એક મકાનના ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો ઉતાર્યો છે, અને કાર મારફતે ગોવા થી દારૂૂ આયાત કરીને તેને ઉતારવાની પરવી કરી રહ્યા છે.

જે બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ ગઈકાલે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાં ઉતારવામાં આવેલો 114 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ઇંગ્લિશ દારૂૂ, મોબાઈલ ફોન તથા એક કાર સહિત 5,55,600 ની માલમતા કબજે કરી છે.

જયારે ઇંગ્લિશ દારૂૂ ની હેરાફેરી કરી રહેલા મૂળ લાવડીયા ગામના ઉપેન્દ્ર રમેશભાઈ ચાંદ્રા તેમજ સંજય કાંતિભાઈ ભદ્રા બંનેની અટકાયત કરી લીધી છે. તેઓની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂૂ ગોવાના વતની સંજુભાઈ નામના શખ્સ મારફતે મેળવ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે, અને તપાસનો દૂર ગોવા સુધી લંબાવાયો છે.

Exit mobile version