ભગવતીપરા પાસે રૂા.56 હજારના ડ્રગ્સ સાથે વીમા એજન્ટ અને ટ્રાવેલ્સ સંચાલક ઝડપાયા

શહેરમાં નવરાત્રીના તહેવારો દરમિયાન યુવાધન નશાના રવાડે ન ચડે અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ચલાવાઈ રહેલા””SAY NO TO DRUGS”” મિશન અંતર્ગત રાજકોટ શહેર એસઓજી…

શહેરમાં નવરાત્રીના તહેવારો દરમિયાન યુવાધન નશાના રવાડે ન ચડે અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ચલાવાઈ રહેલા””SAY NO TO DRUGS”” મિશન અંતર્ગત રાજકોટ શહેર એસઓજી શાખાને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂૂ.56 હજારના 18.77 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે વીમા એજન્ટ અને ટ્રાવેલ્સ સંચાલકને ઝડપી લીધા હતા.

એસઓજીના ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદિપસિંહ ચૌહાણ અને યશપાલસિંહ ઝાલાને સંયુક્ત બાતમી મળી હતી કે અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાયેલ મૌલિક જેઠવા તેનો સાથીદાર એક કાર નંબર જીજે -05-જેકયું-4400 માં મેફેડ્રોનનો જથ્થો લઈને બેડી ચોકડીથી ભગવતીપરા તરફ બાપા સીતારામ ટી સ્ટોલ પાસે ડીલેવરી કરવા આવવાનો છે. બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી મૂળ રહે. વેરાવળ, ગીર સોમનાથના વતની અને હાલ રાજકોટ જીવરાજ પાર્કમાં રહેતા વીમા એજન્ટ તરીકે કામ કરતા ગૌરાંગ અશોકભાઈ પરડવા (ઉ.વ. 32) અને નાના મૌવા મેઈન રોડ ઉપર રહેતા ટ્રાવેલ્સ સંચાલક મૌલિક અશોકભાઈ જેઠવા (ઉ.વ. 29) ને ઝડપી લીધા હતા. બન્ને પાસેથી રૂૂ. 56,310 ની કિંમતનું 18.77 ગ્રામ મેફેડ્રોન, 2 મોબાઈલ ફોન સેન્ટાફી ફોરવ્હીલ કાર) અને રોકડા મળીને કુલ રૂૂ. 2,66,480 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલ આરોપી મૌલિક જેઠવા વલ્લભ વિધાનગર અભ્યાસ કરતો હતો ત્યારે ડ્રગ્સના રવાડે ચડ્યો હતો, અને રાજકોટ આવ્યા બાદ તેણે રાજકોટ ટ્રાવેલ્સનો ધંધો શરૂૂ કર્યો હતો. મૌલિકને અકસ્માત થતા મેડીક્લેમ બાબતે તેની મુલાકાત ગૌરાંગ પરડવા સાથે થયા બાદ બન્ને બંધાણી ખર્ચ કાઢવા અને પોતાના માટે ડ્રગ્સ અમદાવાદથી લાવી વેચતા હતા. મૌલિક સામે અગાઉ ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશનમાં પણ એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયેલો છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ભરત બી. બસીયાની સૂચના એસઓજીના પી.આઈ એન.બી. ચૌધરી સાથે પીએસઆઈ આર.કે. ગોહિલની રાહબરી હેઠળ એસઓજીની ટીમે કામગીરી કરી હતી.તેમજ એફએસએલ અધિકારી કે.એમ. તાવિયાએ પ્રાથમિક પરીક્ષણ કરી અભિપ્રાય આપ્યો હતો.