Site icon Gujarat Mirror

છેતરપિંડીની ફરિયાદ લેવાના બદલે પોલીસે ફરિયાદીની અટક કરતાં ફીનાઇલ પી લીધું

 

શહેરમા નવા થોરાળા વિસ્તારમા રહેતા કારખાનેદાર અને તેના પાર્ટનર પાસેથી સગા બે ભાઇઓએ છ વર્ષ પહેલા ભાગીદારીમા કારખાનુ કરવાનુ કહી 64 લાખ લઇ છેતરપીંડી આચરી હતી. જે અંગે પોલીસ છેતરપીંડી આચરનાર વિરુધ્ધ ફરીયાદ નોંધાવાનાં બદલે ફરીયાદીની અટક કરતા ફરીયાદી કારખાનેદારે પોલીસ મથકમા જ ફીનાઇલ પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરમા નવા થોરાળા વિસ્તારમા રહેતા અને હુડકો ચોકડી નજીક જેએમડી એન્ટરપ્રાઇઝ નામે લાઇટરનુ કારખાનુ ધરાવતા નીતીનભાઇ વીનુભાઇ વાઘેલા નામનો 30 વર્ષનો યુવાન બપોરનાં સાડા બારેક વાગ્યાનાં અરસામા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હતો ત્યારે ફીનાઇલ પી લીધુ હતુ યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.

પ્રાથમીક પુછપરછમા નીતીનભાઇ વાઘેલા હુડકો ચોકડી પાસે જેએમડી એન્ટરપ્રાઇઝ નામે લાઇટરનુ કારખાનુ ધરાવે છે મોરબીમા જય પટેલ સાથે ભાગીદારીમા ટાઇલ્સનુ કારખાનુ ધરાવે છે 6 વર્ષ પહેલા હરેશ સરધારા અને રાકેશ સરધારાએ મેટોડામા ભાગીદારીમા પાઇપનુ કારખાનુ કરવાની લાલચ આપતા નીતીન વાઘેલાએ રૂ. 30 લાખ અને તેનાં ભાગીદાર જય પટેલે 34 લાખ આપ્યા હતા બાદમા સરધારા બંધુએ કારખાનુ નહી કરી રૂ. 34 લાખની છેતરપીંડી આચરી હતી જે અંગે નીતીન વાઘેલા છેલ્લા છ વર્ષથી છેતરપીંડી આચરનાર બંને શખ્સો વિરુધ્ધ તાલુકા પોલીસમા ફરીયાદ નોંધાવવા ધકકા કરી રહયો છે પરંતુ સરધારા બંધુનાં મિત્ર રામભાઇ રબારી પોલીસ સાથે સેટીંગ કરે છે જેનાં કારણે પોલીસ ફરીયાદ નોંધતી નથી અને ગઇકાલે નીતીનભાઇ વાઘેલાને પોલીસે તાલુકા પોલીસ સ્ટેશને બોલાવી તમારી અને તમારા ભાગીદાર જય પટેલની 151 મા ધરપકડ કરવાની હોવાનુ કહેતા નીતીન વાઘેલાએ ફીનાઇલ પી લીધાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપનાં પગલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version