Site icon Gujarat Mirror

વતન જવાની જીદ સાથે સગીરાએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

શહેરની ભાગોળે આવેલા ઠેબચડા ગામે ખેત મજુરી અર્થે આવેલા પરીવારની 1પ વર્ષની પુત્રીએ વતનમા જવાની જીદ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે ખેત મજુરી કરતા દાહોદ પંથકના પરીવારની રીંકલ કમજીભાઇ પરમાર નામની 1પ વર્ષની સગીરાએ પતરાના એંગલમા ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી શ્રમીક પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે આજીડેમ પોલીસને જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી સગીરાના મૃતદેહને પીએમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો. પ્રાથમીક પુછપરછમા મૃતક સગીરા મુળ વતની હતી મૃતક રીંકલ પરમાર બે ભાઇ બે બહેનમા વચેટ હતી અને વતનમા જવાની જીદ સાથે ગળેફાંસો ખાઇ આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version