મોરબીના લાલપરમાં પ્રૌઢનો કાદવમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળ્યો

મોરબીમાં જનતા સોસાયટીમાં રહેતાં પ્રૌઢનો લાલપર ગામે કાદવમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. પ્રૌઢના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ…

મોરબીમાં જનતા સોસાયટીમાં રહેતાં પ્રૌઢનો લાલપર ગામે કાદવમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. પ્રૌઢના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં સરદાર બાગ પાસે આવેલ જનતા સોસાયટીમાં રહેતાં ભરતભાઈ બચુભાઈ વાસદડીયા નામના 45 વર્ષના પ્રૌઢની રાત્રીનાં દસેક વાગ્યાના અરસામાં લાલપર ગામે કાદવમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પોલીસે પ્રૌઢના મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મૃતક ભરતભાઈ વાસદડીયા ત્રણ ભાઈ બે બહેનમાં વેચટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

ભરતભાઈ સિરામીક ટ્રેડીંગની દુકાન ધરાવતાં હતાં. ભરતભાઈ પાસેથી દારૂની પરમીટ મળી આવી હતી. આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલના કોલીથડ ગામે ખેત મજુરી કરતાં માસીના ઘરે આવેલી હંસાબેન વિજયભાઈ ભાંભોર નામની 22 વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક યુવતી મુળ દાહોદની વતની હતી અને એક ભાઈ ત્રણ બહેનમાં વચેટ હોવાનું જાણવા મળ્યું છે.