રાજકોટમાં વરસાદી રોગચાળો નાથવા માટે મનપાની ફૂડ શાખાએ ખાણીપીણીની રેકડીથી માંડી હોટલ- રેસ્ટોરેન્ટ સહિતના સ્થળે ચેકીંગ ઝૂંબેશ હાથ ધરી છે. એ દરમિયાન શહેરની રૈયા ચોકડી પાસે આવેલા વેસ્ટ ગેટમાં સટ્ટો જી ભર કે અને આ જ કોમ્પ્લેક્સમાં રોલિટો વ્રેટર્સ એન્ડ મોર તેમજ કોઠારિયામાં માલધારી ફાટક પાસે જલારામ ચાઇનીઝફળા, પંજાબી રેસ્ટોરેન્ટમાંથી વાસી ખાદ્યસામગ્રી મળી આવી હતી. મનપાએ વધુ 48 સ્થળે ચેકિંગ કર્યુ હતુ. એ દરમિયાન 2601 કિલો વાસી ખાદ્યસામગ્રીનો નાશ કરવામા આવ્યો હતો.
મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ ઇન્સ્પેક્ટર હાર્દિક મહેતા અને તેમની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની પેઢીઓમાં ચેકીંગ ડ્રાઇવ કરી હતી. એ દરમિયાન સુટ્ટો જી ભર કે (જય ગણેશ એન્ટરપ્રાઇઝ) (વેસ્ટ ગેટ કોમ્પ્લેક્સ,રૈયા ચોકડી)ખાતે આવેલ પેઢીમાંથી 8 પેકેટ એક્સપાયરી બ્રેડ તેમજ 4 બર્ગર બેઝ નો નાશ કરી દંડ ફટકારાયો હતો. જ્યારે એગ્રીટેબલ ઇનકો. ઠાકોર(શાસ્ત્રીનગર,અજમેરા રોડ)ખાતે આવેલ પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા સ્ટોરેજ બાબતે નોટીસ આપેલ. 8સલએક્સપાયર્ડ સિરિયલ પ્રોડક્ટ નો નાશ કરી રૂૂ 3,000નો દંડ કરાયો હતો.
આ ઉપરાંત જલારામ ચાઇનીઝફળા, પંજાબી(માલધારી ફાટકથી સાઈબાબા સર્કલ રોડ,કોઠારીયા) ખાતે આવેલ પેઢીમાંથીવાસી અખાદ્ય બ્રેડ મળી આવી હતી. ઉપરાંત રોલિટો વ્રેપ્સફળા; મોર (વેસ્ટ ગેટ કોમ્પ્લેક્સ,રૈયા ચોકડી) ખાતે આવેલ પેઢી માંથી એક્સપાયરી લિક્વિડ ચીઝ, બ્રેડ,2 બર્ગર બેઝ સહિત વાસી ખાદ્યસામગ્રી મળી આવી હતી.
વિજય પ્લોટમાં શ્રીનાથજી ટ્રેડિંગના મસાલામાં ભેળસેળ, 2570 કિલો માલનો નાશ
શ્રીનાથજી ટ્રેડિંગ (વિજય પ્લોટ18ગોંડલ રોડ) ખાતે આવેલ પેઢી માંથીનમુના લીધા બાદ સ્થગીત કરેલ જથ્થા પૈકીલાલ મરચા પાવડર હળદર પાવડર તથા ધાણાજીરું પાવડર નો ફુલ મળી અંદાજી2570કિલોગ્રામ જથ્થો ભેળસેળ વાળું તથા કલરયુક્ત હોવાનું પેઢીના સંચાલક દ્વારા સ્વીકાર કરતા સદરહુ જથ્થો SWM વિભાગના વાહનો દ્વારા નાસ કરવામા આવ્યો છે.
મનહરલાલ સાતાની પેઢીના મરચા પાઉડરમાં ઘાતક ડાઇ કલરનો ઉપયોગ
મનહરલાલ ડાયાલાલ સાતા પેઢી(મસાલા માર્કેટ,80 ફૂટ રોડ,સોરઠિયા વાડી સર્કલ પાસે,નાગરિક બેન્ક પાછળ) મુકામેથી લાલ મરચા પાવડર (લૂઝ)નો નમુનો લેબમાં મોકલવામા આવતા ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ દ્વારા આપયેલા રિપોર્ટમાં પ્રતિબંધિત નોન પરમીટેડ- પિન્કફળા;ઓરેન્જ કલર- ઓઇલ સોલ્યુબલ ડાઈ ની હાજરી મળી આવેલ. નમૂનો અનસેફ ફૂડ જાહેર કરવામાં આવેલ. તેમજ નોન પરમિટેડ ઓઇલ ની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલ. વેપારી મનહરલાલ ડાયાલાલ સાતાને 1માસની સાદી કેદની સજા તથા રૂૂ.50,000નો દંડભરવાનો હુકમ કરવામાં આવેલ છે. અને જો દંડ ન ભરવામાં આવે તો વધુ1 માસનીસજા ભોગવવાનો હૂકમ કરેલ છે.તથા કલમ3(1)(zx) અન્વયે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ ખાદ્યચીજને કલમ-51 ના ભંગ બદલરૂૂ.50,000નો દંડકલમ-63 ના ભંગ બદલરૂૂ.50,000નો દંડ મળી કુલ રૂૂ.1,50,000નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવેલ છે.
