ગોંડલમાં પુત્ર-પુત્રીની હત્યા કરી કારખાનેદારનો આપઘાત

મારો ધંધો ચાલતો નથી એટલે અંતિમ પગલું ભરું છું, વીડિયો બનાવી મિત્રને મોકલ્યો એક જ પરિવારના ત્રણેય સભ્યોની અંતિમયાત્રા નીકળતા ગામ હીબકે ચડ્યું કોટડા સાંગાણીનાં…

મારો ધંધો ચાલતો નથી એટલે અંતિમ પગલું ભરું છું, વીડિયો બનાવી મિત્રને મોકલ્યો

એક જ પરિવારના ત્રણેય સભ્યોની અંતિમયાત્રા નીકળતા ગામ હીબકે ચડ્યું

કોટડા સાંગાણીનાં સાંઢવાયા રહેતા અને ગોંડલ નાં ઘોઘાવદર રોડ પર સિમેન્ટ નું કારખાનુ ધરાવતા પટેલ યુવાને પોતાનાં કારખાના માં પુત્ર અને પુત્રીનાં દોરડા થી ગળાટુપો આપી મોતને ઘાટ ઉતારી બાદમાં પોતે ગળાફાંસો ખાઇ જીવન નો અંત આણતા સાંઢવાયા ગામ માં હાહાકાર મચી ગયો હતો.

અને પરિવાર સ્તબ્ધ બન્યો હતો.બન્ને બાળકોનાં ગળા ઘોંટી હત્યા કરી ગળાફાંસો ખાતા પહેલા મૃતક યુવાને તેના પિતરાઇ ભાઇ ને વિડીયો મોકલી પોતે આવું કૃત્ય કરવા જઇ રહ્યા નુ જણાવ્યું હોય પિતરાઇ ભાઇ અન્ય કુટુંબી સાથે કારખાને દોડી ગયા હતા.પરંતુ ત્યાં સુધીમાં પિતા પુત્ર અને પુત્રી આ ફાની દુનિયા છોડી ચુક્યા હતાં. બનાવ અંગે તુરંત એ’ડિવીઝન પોલીસ ને જાણ કરાતા પીઆઇ જે.આર.ઝાલા,પીએસઆઇ વી.કે.સુરાણી પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઇ ત્રણેય મૃતદેહો ને સરકારી હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.
બપોર નાં સુમારે બનેલી કરુણાંતિકા ની પ્રાપ્ત વિગત મુજબ સાંઢવાયા રહેતા અને ગોંડલ નાં ઘોઘાવદર રોડ પર ગાયત્રી સિમેન્ટ નામે કારખાનું ચલાવતાં જયપાલભાઇ વિઠ્ઠલભાઈ તોગડીયા ઉ.36 એ બપોર નાં અઢી થી પોણા ત્રણ વચ્ચે જાણે માથા પર કાળ સવાર થયો હોય તેમ પોતાનાં 17 વર્ષ નાં પુત્ર મિશ્ર તથા 10 વર્ષ ની પુત્રી રીવા ને દોરડા વડે ગળાટુંપો દઇ હત્યા કરી બાદ માં પોતે પણ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

અરેરાટી જનક ઘટના પહેલાં બપોર નાં 2:21 કલાકે જયપાલભાઇ એ તેનાં પિતરાઇ અલ્પેશભાઈ ને વિડીયો બનાવી પોતે પુત્ર પુત્રીનાં ગળા ઘોંટી ગળાફાંસો ખાઇ રહ્યાની જાણ કરતા અલ્પેશભાઈ તથા અન્ય પરીવારજનો હાંફળા ફાંફળા કારખાને દોડી ગયા હતાં.પરંતુ મોડુ થઇ ચુક્યું હતું.કોઈ આવે તે પહેલાં જયપાલભાઇ એ ઘટનાને અંજામ આપી દીધો હતો.

અલ્પેશભાઈ નાં વોટસએપ માં જયપાલભાઇ એ મોકલેલા સેલ્ફી વિડીયો માં કહ્યુ કે મારો ધંધો ચાલતો નથી.મારાં માં આવડત નથી કે બીજો ધંધો કરુ. છ મહીના થી ચિંતા માં નિંદર આવતી નથી.જેથી માનશીક અસ્થિર જેવી હાલત હોપ હું ગાંડો થઇ જઇશ.એટલે આ અંતિમ પગલુ ભરી રહ્યો છુ.મારાં માતાપિતા કે પત્નિનો કોઇ દોષ નથી.એમને કંઈ ના કહેશો.

અલ્પેશભાઈ ને વિડીયો મોકલ્યા બાદ જયપાલભાઇ એ ઘટના ને અંજામ આપ્યો હતો. પલભર નાં આવેશ માં એક હસતા ખેલતાં પરીવાર નો માળો વિંખાઇ ચુક્યો હતો. મૃતક જયપાલભાઇ પરીવાર માં એકનાં એક પુત્ર હતાં.તેમના લગ્ન સતર વર્ષ પહેલાં થયા હતાં.ઉમરાળી ગામે તેમનું સાસરુ હતુ. સંતાન માં મોટો પુત્ર મિશ્રે તાજેતર માંજ ધો.10 ની પરીક્ષા માં ઉતર્ણિય થયો હતો.જ્યારે દિકરી રીવા રામોદ ની સ્કુલ માં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી.

જયપાલભાઇ એ ઘોઘાવદર રોડ પર 17 વર્ષ પહેલાં સિમેન્ટ નું કારખાનું શરુ કર્યુ હતુ. પિતા પુત્ર અને પુત્રીનાં મૃતદેહ નાં પેનલ ડોક્ટર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાયા હતાં. મોડી સાંજે ત્રણેય નાં મૃતદેહ સાંઢવાયા તેમનાં ઘરે પંહોચ્યા ત્યારે પરીવાર નાં હૈયાફાટ રુદન થી નાનું એવુ સાંઢવાયા હચમચી ઉઠ્યુ હતું. રાત્રે ત્રણેય ની અંતિમયાત્રા ઘરે થી નિકળી ત્યારે સમગ્ર સાંઢવાયા જોડાયું હતુ.

સ્મશાન માં પિતા પુત્ર અને પુત્રી ની ચિતા ને અગ્નિદાહ અપાયો ત્યારે ભારે ગમગીની વચ્ચે લોકો ની આંખો રડી ઉઠી હતી. બાળકો ની હત્યા અને આપઘાત ની કરુણ ઘટના અંગે મૃતક નાં પિતરાઇ અલ્પેશભાઈ વશરામભાઇ તોગડીયાની ફરિયાદ લઇ પોલીસે જયપાલભાઇ સામે હત્યા તથા આત્મહત્યા નો ગુન્હો નોંધી પીઆઇ જે.આર.ઝાલાએ તપાસ હાથ ધરીછે.