Site icon Gujarat Mirror

મેલબોર્ન ટેસ્ટમાં ભારતની હારના પાયામાં વિરાટ, રોહિત, પંત, જાડેજા અને સિરાજ બેટ્સમેનનો સંપૂર્ણ ફ્લોપ શો, મોહમ્મદ સિરાજ પણ ન ચાલ્યો

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ચોથા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 184 રનની કપળી હારનો સામનો કરવો પડ્યો. મેચમાં ટીમ ઈન્ડિયાને જીત માટે 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં રમતના પાંચમા દિવસે માત્ર 155 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ મેચ મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું. ખાસ કરીને રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બેટ્સમેન સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા. આ સિવાય ઋષભ જેવા ખેલાડીઓએ પણ ખૂબ બેદરકારી બતાવી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને હાર મળી. ટીમ ઈન્ડિયાની હારમાં રોહિત શર્માની નિરાશાજનક રમત પણ જવાબદાર છે. આ મેચમાં રોહિત શર્મા બેટિંગની સાથે કેપ્ટનશીપમાં પણ ફેલ રહ્યો. રોહિત શર્મા બંને ઇનિંગમાં માત્ર 12 જ રન બનાવી શક્યો. આ કારણ છે કે ટીમ ઈન્ડિયાને મળેલી હારમાં રોહિત શર્મા સૌથી મોટો વિલન રહ્યો.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચમાં મળેલી હારમાં વિરાટ કોહલી પણ સૌથી મોટો વિલન રહ્યો. વિરાટ દર વખતની જેમ બહાર તરફ જતાં બોલ પર પોતાની વિકેટ ગિફ્ટ આપી. પહેલી ઇનિંગમાં વિરાટ કોહલીને સારું સ્ટાર્ટ મળ્યું હતું, પરંતુ છતાં પણ તે આનો ફાયદો ન લઈ શક્યો. તેના પરિણામે ટીમ ઈન્ડિયા મેચમાં પાછી પડી ગઈ.

મેલબર્ન ટેસ્ટ મેચના સૌથી મોટા વિલનમાં ઋષભ પંત પણ છે. ઋષભ પંતની બેટિંગે જે કર્યું તેના માટે તે ક્યારેય પોતાની જાતને માફ નહીં કરી શકે. પંતે બંને ઇનિંગમાં ખોટા શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી છે. આ કારણ છે કે ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં મુશ્કેલીમાં ફસાઈ ગઈ.

મેલબર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રવીન્દ્ર જાડેજા પણ કઈ ખાસ કમાલ ન બતાવી શક્યો. ટોપ ઓર્ડર બેટ્સમેનોના ફ્લોપ પછી, એવી આશા હતી કે જાડેજા બેટિંગ કરતી વખતે ઓછામાં ઓછા નીચલા ક્રમમાં ઓસ્ટ્રેલિયન બોલરોનો સામનો કરશે, પરંતુ આવું કંઈક થઈ શક્યું નહીં. બંને ઇનિંગ્સમાં મળીને માત્ર 4 વિકેટ જ લઇ શક્યો હતો. આ કારણે પણ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોલિંગમાં મોહમ્મદ સિરાજ પહેલી ઇનિંગમાં ખૂબ ખરાબ રીતે ફ્લોપ રહ્યો. સિરાજે 100 વધારે રન ખર્ચ કર્યા, પરંતુ તેને એક પણ વિકેટ ન મળી. જોકે, બીજી ઇનિંગમાં જરૂૂર તેને ત્રણ વિકેટ લીધી, પરંતુ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયાની હારની પાછળ ક્યાંકને ક્યાંક સિરાજની અસફળ બોલિંગ પણ જવાબદાર છે.

Exit mobile version