ઝિમ્બાબ્વેને હરાવી ભારતીય મહિલા ટીમનો T-20માં વિજયી પ્રારંભ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની 5 મેચની ઝ20 શ્રેણીમાં ધમાકેદાર શરૂૂઆત કરી છે. રાયપુરમાં રમાયેલી પ્રથમ ઝ20 મેચમાં ભારતે પ્રવાસી ઝિમ્બાબ્વે ટીમને 4 વિકેટે…

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની 5 મેચની ઝ20 શ્રેણીમાં ધમાકેદાર શરૂૂઆત કરી છે. રાયપુરમાં રમાયેલી પ્રથમ ઝ20 મેચમાં ભારતે પ્રવાસી ઝિમ્બાબ્વે ટીમને 4 વિકેટે પરાજય આપીને સીરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ જીત સાથે જ અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા અને પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલી યુવા ખેલાડી નિકી પ્રસાદે ઇતિહાસના પાના પર પોતાનું નામ નોંધાવી દીધું છે. બંનેએ મુશ્કેલ સમયમાં શાનદાર લડત આપીને ભારતનો 10 વર્ષ જૂનો મોટો રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે.

મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ ભારત સામે જીતવા માટે 116 રનનો સામાન્ય લક્ષ્યાંક રાખ્યો હતો.જોકે,ભારતીય ટીમની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટોપ ઓર્ડર સસ્તામાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો.એક સમયે ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે દીપ્તિ શર્મા અને નિકી પ્રસાદે મોરચો સંભાળ્યો હતો.બંનેએ પાંચમી વિકેટ માટે રેકોર્ડબ્રેક 82 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. ભારતીય મહિલા ટી20 ક્રિકેટના ઇતિહાસમાં આ ક્રમ માટેની આ સર્વોચ્ચ ભાગીદારી બની ગઈ છે.

આ પહેલાં આ રેકોર્ડ પૂર્વ કેપ્ટન મિતાલી રાજ અને અનુજા પાટીલના નામે હતો. તે બંનેએ વર્ષ 2016માં રાંચી ખાતે શ્રીલંકા સામે પાંચમી વિકેટ માટે 77 રન જોડ્યા હતા. નિકી અને દીપ્તિએ 10 વર્ષ જૂની આ સિદ્ધિને પાર કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

ટીમ ઇન્ડિયાની સિનિયર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ફરી એકવાર સંકટસમયે પોતાની ક્ષમતા સાબિત કરી. તેમણે માત્ર 37 બોલમાં 8 ચોગ્ગાની મદદથી શાનદાર 49 રન બનાવ્યા હતા. જોકે, તેઓ માત્ર 1 રન માટે પોતાની અડધી સદી ચૂકી ગયા હતા. આ સિવાય બોલિંગમાં પણ તેમણે કંજૂસાઈ પૂર્વક 4 ઓવરમાં માત્ર 22 રન આપ્યા હતા. આ ધમાકેદાર પ્રદર્શન બદલ તેમને ’પ્લેયર ઓફ ધ મેચ’જાહેર કરવામાં આવ્યા હતા.

પોતાની કરિયરની પહેલી જ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલી નિકી પ્રસાદે દબાણની પરિસ્થિતિમાં અદ્ભુત ધીરજ બતાવી. તેમણે 35 બોલમાં અણનમ 39 રન ફટકાર્યા હતા અને છેલ્લે ચોગ્ગો લગાવીને ભારતને વિજય અપાવ્યો હતો. ડેબ્યૂ મેચમાં જ આવી પરિપક્વ બેટિંગ ભારતીય મહિલા ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્યના સંકેત આપે છે. ભારતની ટીમે 15.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

રાયપુરના મેદાન પર જ શ્રેણીનો બીજો મુકાબલો રવિવાર, 18 ઓક્ટોબરે રમાશે. ભારતીય ટીમ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખીને 2-0ની લીડ મેળવવાના ઈરાદા સાથે ઉતરશે, જ્યારે ઝિમ્બાબ્વે પલટવાર કરવા માટે આતુર હશે.