કાલથી ભારત-ઝિમ્બાબ્વે T20 શ્રેણી, ગેલ અને યાદવનો રેકોર્ડ તોડવાની વૈભવને તક

ભારતીય ફેન્સ માટે વધુ એક રોમાંચક ટી-20 શ્રેણી આવી રહી છે. આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પછી હવે ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ છે. શ્રેયસ…

ભારતીય ફેન્સ માટે વધુ એક રોમાંચક ટી-20 શ્રેણી આવી રહી છે. આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પછી હવે ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ છે. શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમશે. આ શ્રેણીમાં પ્રથમ વખત વૈભવ સૂર્યવંશી મુખ્ય ઓપનર તરીકે ટીમમાં સામેલ થયા છે. ઇંગ્લેન્ડ પ્રવાસમાં તેમનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું, પરંતુ હવે ઝિમ્બાબ્વે શ્રેણીમાં તેમની પાસે સ્થાન મજબૂત કરવાની અને મોટો ઇતિહાસ રચવાની સુવર્ણ તક છે.

ઝિમ્બાબ્વે પ્રવાસ પર વૈભવ સૂર્યવંશીના નિશાના પર ટી-20 ક્રિકેટનો એક મોટો વર્લ્ડ રેકોર્ડ છે. જો તેઓ ત્રણ મેચની શ્રેણીમાં 11 છગ્ગા લગાવી દેશે, તો ટી-20 ક્રિકેટમાં સૌથી ઝડપી 150 સિક્સર પૂરી કરનારા વિશ્વના નંબર 1 બેટ્સમેન બની જશે. વૈભવના નામે અત્યાર સુધી 37 ઇનિંગ્સમાં 139 સિક્સર નોંધાયેલી છે. અત્યાર સુધી આ મામલે યુએઈના મોહમ્મદ વસીમ નંબર 1 પર છે, જેમણે 66 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. આ યાદીમાં વેસ્ટઇન્ડીઝના એવિન લુઇસ બીજા અને ક્રિસ ગેલ ત્રીજા સ્થાને છે. જો વૈભવ આ રેકોર્ડ બનાવશે તો તેઓ આ ત્રણેય દિગ્ગજોને પાછળ છોડી દેશે.

વૈભવે 37 ઇનિંગ્સમાં 139 સિક્સર ફટકારી છે. 11 છગ્ગા લગાવતાં જ તેઓ ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નંબર 1 બની જશે. ભારત માટે આ રેકોર્ડ 86 ઇનિંગ્સમાં સૂર્યકુમાર યાદવે બનાવ્યો હતો, એટલે કે વૈભવ સૂર્યાનો રેકોર્ડ પણ તોડી શકે છે.