એશિયન ગેમ્સમાં ભારતે 9મો ગોલ્ડ જીત્યો: નીરુ-કિનાને મિક્સ્ડ શૂટિંગમાં રચ્યો ઈતિહાસ

  એશિયન ગેમ્સમાં ભારતે નવમો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે આ ગોલ્ડ મેડલ ‘મિક્સ્ડ ટ્રેપ’ સ્પર્ધામાં જીત્યો છે, જેમાં નીરુ ઢાંડા અને કિનાન ચેનાઈએ સાથે…

 

એશિયન ગેમ્સમાં ભારતે નવમો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે આ ગોલ્ડ મેડલ ‘મિક્સ્ડ ટ્રેપ’ સ્પર્ધામાં જીત્યો છે, જેમાં નીરુ ઢાંડા અને કિનાન ચેનાઈએ સાથે મળીને દેશ માટે આ સુવર્ણ સફળતા હાંસલ કરી છે.

ભારતે એશિયન ગેમ્સમાં આજે ત્રીજો ગોલ્ડ જીતી લીધો છે. દિવસનો પહેલો ગોલ્ડ ભારતીય મહિલા ટીમે તીરંદાજીના કમ્પાઉન્ડ ઇવેન્ટમાં અપાવ્યો. ત્યારબાદ ચિકિતા તનિપાર્થી અને સાહિલ રાજેશ જાધવની જોડી મિક્સ્ડ ઇવેન્ટમાં ચેમ્પિયન બની. પછી શૂટિંગની મિક્સ્ડ ટ્રેપ ઇવેન્ટમાં નીરુ ઢાંડા અને કિનાન ચેનાઈએ ગોલ્ડ જીત્યો.

ભારતે પ્રથમ શ્રેણીમાં 10માંથી 6 નિશાનાં સચોટ લગાવ્યાં હતાં અને તે સમયે ટીમ સૌથી નીચે હતી. ત્યાર બાદ નીરુ અને કાયનાને એક પણ નિશાન ચૂક્યું નહીં અને શાનદાર વાપસી કરતાં ગોલ્ડ જીતી લીધો. ભારતે એક પોઈન્ટના અંતરથી જીત નોંધાવી. કતારે સિલ્વર અને ચીને બ્રોન્ઝ મેડલ જીત્યો.

ભારતને અત્યાર સુધીમાં 8માંથી 5 ગોલ્ડ મહિલાઓએ અપાવ્યા છે. બાકીના 3 પુરુષોની કબડ્ડી ટીમે અપાવ્યા. પિસ્તોલ અને તીરંદાજીના મિક્સ્ડ ઇવેન્ટમાં સુવર્ણ મળ્યા.