ઝિમ્બાબ્વેને સાત વિકેટે હરાવી ભારતનો વિજયી શ્રેણી પ્રારંભ

ભારતે ઝિમ્બાબ્વે સામે 7 વિકેટે જીત મેળવીને ધમાકેદાર અંદાજમાં શરૂૂઆત કરી છે. 126 રનનો પીછો કરતા ભારતીય ટીમે 13.2 ઓવરમાં જીત મેળવી લીધી હતી. ભારતના…

ભારતે ઝિમ્બાબ્વે સામે 7 વિકેટે જીત મેળવીને ધમાકેદાર અંદાજમાં શરૂૂઆત કરી છે. 126 રનનો પીછો કરતા ભારતીય ટીમે 13.2 ઓવરમાં જીત મેળવી લીધી હતી. ભારતના વૈભવ સૂર્યવંશીએ વિસ્ફોટક શરૂૂઆત કરી હતી. વૈભવની અડધી સદીની મદદથી ભારતે સરળતાથી મેચ પોતાના નામે કરી લીધી છે. આ જીત સાથે ભારતે સીરિઝમાં લીડ મેળવી છે. બંને દેશો વચ્ચે સીરિઝની બીજી મેચ હવે 25 જુલાઇએ એટલે કે શનિવારે રમાશે. 126 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને વૈભવ સૂર્યવંશીએ આક્રમક શરૂૂઆત અપાવી હતી. જોકે, અભિષેક શર્મા માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. વૈભવે માત્ર 18 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી, પરંતુ ત્યાર બાદ તરત જ તે પોતાની વિકેટ ગુમાવી બેસ્યો હતો. ત્યારબાદ ઈશાન કિશને 24 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 35 રનની ઝડપી ઇનિંગ્સ રમી, પરંતુ તે પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં. શ્રેયસ અય્યરે પણ 24 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતુ.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે વેસ્લી મધેવેરેની 39 રનની ઇનિંગ્સના આધારે 20 ઓવરમાં 7 વિકેટે 125 રન બનાવ્યા હતા. ભારત તરફથી મયંક યાદવ અને પ્રિન્સ યાદવે શાનદાર બોલિંગ કરતાં 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે શિવમ દુબે અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ પોતાના નામે કરી હતી.
ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી આ મેચમાં અશોક શર્માએ ડેબ્યૂ કર્યું હતું. ઇનિંગ્સની પ્રથમ જ ઓવરની પ્રથમ બોલ પર મયંક યાદવે બ્રાયન બેનેટને ઈશાન કિશનના હાથોમાં કેચ કરાવીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. બીજી વિકેટ પ્રિન્સ યાદવે અપાવી હતી. પ્રિન્સ યાદવની બોલિંગમાં બેન કરન 8 બોલમાં 10 રન બનાવી વૈભવ સૂર્યવંશીને કેચ આપી બેઠો હતો. ત્યારબાદ મયંક યાદવે ફરી એકવાર ભારતને સફળતા અપાવી હતી. ડાયોન માયર્સ મોટો શોટ રમવાના પ્રયાસમાં શિવમ દુબેને કેચ આપી બેઠો હતો. તેણે 14 બોલમાં માત્ર 6 રન બનાવ્યા હતા.

ઝિમ્બાબ્વેનો કેપ્ટન સિકંદર રઝા પણ પ્રથમ ટી20માં બેટથી ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. તે માત્ર 4 રન બનાવી શિવમ દુબેનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રવિ બિશ્નોઈએ ભારતને પાંચમી સફળતા અપાવી હતી. રાયન બર્લ મોટો શોટ રમવાના પ્રયાસમાં બિશ્નોઈની જાળમાં ફસાયો હતો. બાઉન્ડ્રી લાઇન પાસે તિલક વર્માએ તેનો શાનદાર કેચ ઝડપી લીધો હતો. રાયન બર્લ 35 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો.