Site icon Gujarat Mirror

ભારત-પાકિસ્તાન. યુદ્ધવિરામ વચ્ચે મહત્વના સમાચાર, આવતીકાલે ગુજરાત સહિત દેશના 5 રાજ્યોમાં યોજાશે મોકડ્રીલ

 

પહલગામ હુમાલ બાદ દેશમાં યુધ્ધની સ્થિતિનું નિર્માણ થતા ગુજરાત સહીત દેશભરમાં તા.7 મે એ સાયરન વગાડી અને મોકડ્રીલ યોજવામાં આવી હતી ત્યારે ફરીથી સરકાર એકશનમાં આવી છે અને લોકોને સજાગ કરવા ફરીથી આવતીકાલે મોકડ્રીલ યોજવા જાહેરાત કરી છે. આ અંગે આજે સાંજે વીડીયો કોન્ફરન્સથી તમામ કલેકટરો સાથે બેઠક યોજીને ગૃહ વિભાગ દ્વાા સુચનાઓ પણ આપી દેવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી. જ્યારે સરહદ પર સીઝફાયર બાદ સિવિલ ડિફેન્સે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો છે.

દેશભરના પાંચ રાજ્યોમાં આવતીકાલે ગુરુવારે (29 મે) મોક ડ્રીલ યોજવાને લઈને સિવિલ ડિફેન્સ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલે ગુજરાતમાં સાંજે 5 વાગ્યા થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ થશે. આ બાબતે ગુજરાત સરકારના ગૃહ વિભાગના સૂત્રો ધ્વારા ક્ધફર્મેશન આપવામાં આવ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી તંગદિલી બાદ અગાઉ પણ મોક ડ્રીલ કરવામાં આવી હતી અને આવતીકાલે ગુરુવારે ફરી એક વખત સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરશે.

રાજકોટ જિલ્લામાં પણ કાલે મોકડ્રીલનું આયોજન
આવતીકાલે ગુરુવારે ગુજરાતના સરહદી વિસ્તારોમાં સિવિલ ડિફેન્સ દ્વારા ફરી એકવાર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વખતે રાજકોટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન યોજાનારી આ મોકડ્રિલને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા વિવિધ વિભાગો સાથે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠકમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. મોકડ્રિલ દરમિયાન સંભવિત પરિસ્થિતિઓ અને તેમાંથી બહાર આવવા માટેની પૂર્વ તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ, આરોગ્ય, ફાયર બ્રિગેડ, અને અન્ય સંબંધિત વિભાગોને તેમની ભૂમિકા અને જવાબદારીઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Exit mobile version