Site icon Gujarat Mirror

મિલકત વેરા વળતર યોજના સફળ: મનપાને રૂા. 247.59 કરોડની આવક

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનરતુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકતધારકોને મિલકતવેરો ભરવા પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે અર્લી બર્ડ ડિસ્કાઉંટ સ્કીમ જાહેર કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2025-26 માટેની અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમ તા. 01-04-2025 થી તા. 30-06-2025 દરમિયાન અમલી હતી. આ સમયગાળા દરમ્યાન યોજના અંતર્ગત કુલ-3,46,373 મિલકતધારકો દ્વારા મિલકત વેરા પેટે કુલ-રૂૂ.247.59 કરોડની રકમભરપાઈ કરવામાં આવી હતી.

આ યોજના અંતર્ગત કુલ-2,55,865 મિલકતધારકો દ્વારા ઓનલાઈન પેમેન્ટ3 સુવિધાનો ઉપયોગ કરી મિલકતવેરા પેટે રૂૂ.162.19 કરોડની ચૂકવણી કરવામાં આવેલ છે. જ્યારે કુલ રૂૂ.85.40 કરોડની આવક કુલ-90,508 મિલકતધારકો દ્વારા ઓફલાઈન માધ્યમથી ચૂકવણું કરવાથી થવા પામેલ છે. હાલમાં, ફક્ત અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમની જ મુદ્દત પુરી થયેલ છે. જ્યારે વન ટાઈમ ઈંસ્ટોલમેન્ટ, સ્કીમની મુદ્દત તા.31-07-2025ના રોજ પુરી થનાર છે. આથી હજી પણ જે મિલકત ધારકોને વેરાની ભરપાઈ કરવાની બાકી હોય તેઓ વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટી સ્કીમમાં જોડાઈ બાકી રકમના સરળ હપ્તા કરાવી મિલકત વેરાની ભરપાઈ કરી શકે છે.

Exit mobile version