Site icon Gujarat Mirror

ભારતે રશિયાથી પેટ્રોલિયમ આયાતો નહિવત કરી નાંખી: અમેરિકન સેક્રેટરી

અમેરિકાના નવનિયુક્ત ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ફોક્સ ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 25% ટેરિફના કારણે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીમાં ધરખમ ઘટાડો કર્યો છે અને હવે તે લગભગ બંધ થવાના આરે છે.ભારત એક ’ઉદાહરણ’ તરીકે અમેરિકા સાથેના સંબંધોમાં સુધારણા લાવી રહ્યુ છે.

સ્કોટ બેસન્ટે ભારતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, યુક્રેન યુદ્ધ બાદ ભારતે રશિયા પાસેથી મોટા પાયે સસ્તું તેલ ખરીદવાનું શરૂૂ કર્યું હતું. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રના કડક વલણ અને ટેરિફ લાદવાની ધમકી બાદ ભારતની નીતિમાં મોટો ફેરફાર આવ્યો છે. તેમણે આને અમેરિકાની આર્થિક રણનીતિની સફળતા ગણાવી અને કહ્યું કે અન્ય દેશોએ પણ આમાંથી શીખ લેવી જોઈએ.

રશિયન તેલ ખરીદતા દેશો પર 500 ટકા સુધીના ટેરિફ લાદવાની જોગવાઈ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પને IEPA હેઠળ સેનેટની મંજૂરી વિના પણ કડક આર્થિક પગલાં લેવાની સત્તા છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ચીનને રોકવાનો છે, જે અત્યારે રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર છે.

બેસન્ટે ભારતની પ્રશંસા કરી પણ યુરોપ અને ચીન સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, “યુરોપ ચાર વર્ષ પછી પણ રશિયન તેલ ખરીદીને પરોક્ષ રીતે પોતાની સામેના યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યું છે.” ચીન બાબતે તેમણે કહ્યું કે ડિસ્કાઉન્ટેડ ભાવે તેલ ખરીદીને ચીન મોસ્કોને યુદ્ધ ચાલુ રાખવામાં મદદ કરી રહ્યું છે.

ભારતે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય મંચ પર રશિયન તેલની ખરીદીનો બચાવ કર્યો છે. ભારત સરકારનું કહેવું છે કે: ભારતની ઉર્જા નીતિ તેના 140 કરોડ લોકોના હિતમાં છે. સસ્તું રશિયન તેલ ખરીદવાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં મદદ મળી છે. ભારતે હંમેશા વૈશ્વિક બજારની સ્થિતિ મુજબ નિર્ણય લીધા છે.

Exit mobile version