ખરાબ ફોર્મમાં ચાલી રહેલી ભારતીય મહિલા ફૂટબોલ ટીમને કાલે અહીં એએફસી મહિલા એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટના ગ્રૂપ સ્ટેજની પોતાની અંતિમ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે 1-3થી પરાજય મળતાં બહાર થઈ ગઈ છે. મળેલી તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહેતાં ભારતીય ટીમને ભારે કિંમત ચૂકવવી પડી હતી. મેચમાં મોટા ભાગે વિરોધી ટીમ પર હાવી રહેવા છતાં ભારતીય ટીમ પ્રથમ વાર મેરિટના આધારે આ મોટી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાઈ કરવા બાદ જલદી બહાર થઈ ગઈ.
મેચના પ્રથમ હાફમાં ચાઇનીઝ તાઇપે તરફતી 12મી મિનિટે વાઇએચ સુએ ગોલ કરી ટીમને લીડ અપાવી હતી. જોકે, 39મી મિનિટે ભારત તરફથી ભારત તરફથી મનીષા કલ્યાણે ગોલ કરી ટીમને 1-1ની બરાબરી અપાવી હતી.
મનીષાએ લગભગ 30 યાર્ડની દૂરીથી ગોલ કર્યો હતો. મેચના પ્રથમ હાફ પહેલાં (45+9મી મિનિટે) પ્યારી ખાખાએ બોક્સની અંદર બોલને હાથ લગાવી દેતાં રેફરીએ હેન્ડલ્ડ ધ બોલ માટે પેનલ્ટી કિક આપી હતી. ભારતીય ખેલાડી પેન્થોઈનો હાથ લાગતાં આત્મઘાતી ગોલ થતાં ચાઇનીઝ તાઇપેઈની ટીમે 2-1ની લીડ મેળવી હતી. ત્યારબાદ 77મી મિનિટે યૂ ચિન ચેને ત્રીજો ગોલ કરી ચાઇનીઝ તાઇપેને 3-1થી જીત અપાવી હતી.
ભારતીય ટીમ આ પહેલાં વિયેતનામ અને જાપાન સામે હારી ચૂકી હતી. ટીમને ટુર્નામેન્ટના આગામી રાઉન્ડમાં પહોંચવા માટે ચાઇનીઝ તાઇપેને ઓછામાં ઓછા બે ગોલના અંતરથી હરાવવું જરૂૂી હતું અને વિયેતનામ સામે જાપાન જીતી જાય તે પણ જરૂૂરી હતું. જોકે, તે મેચમાં પણ જાપાને વિયેતનામને 4-0થી પરાજય આપ્યો હતો.

