અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ બીસીસીઆઈ (BCCI)ની મંજૂરી બાદ ભારત સામે દિલ્હીમાં રમાનારી ત્રણ T20 મેચોની સિરીઝની તારીખોની સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ ત્રણ ટી-20 મુકાબલા 13, 15 અને 17 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. ACB એ BCCI પાસે 14 સપ્ટેમ્બરે (ગણેશ ચતુર્થીના દિવસે) પણ એક મેચ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી તહેવારનો માહોલ ક્રિકેટ સાથે જોડાઈ શકે. અફઘાનિસ્તાન બોર્ડ દ્વારા આ તારીખોની પુષ્ટિ કરવામાં આવ્યા બાદ ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ લગભગ રદ ગણાઈ રહ્યો છે.
બાંગ્લાદેશ બોર્ડે 1 થી 13 સપ્ટેમ્બર દરમિયાન સિરીઝ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ અફઘાન સિરીઝની તારીખો અથડાતી હોવાને કારણે હવે આ પ્રવાસ શક્ય દેખાતો નથી. અહેવાલો અનુસાર, ITW યુનિવર્સ – જે મીડિયા અધિકારો ધરાવે છે – ત્રણ મેચોના ટીવી પ્રસારણ અધિકારો અંગેJio Star, Sony Sports અને G Unite8 સાથે વાટાઘાટો કરી રહ્યું છે. આગામી 24 કલાકમાં બ્રોડકાસ્ટરને અંતિમ સ્વરૂૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે. દરમિયાન, ACB એ BCCI સાથે ચર્ચાનો બીજો રાઉન્ડ શરૂૂ કર્યો છે, જેમાં 14 સપ્ટેમ્બરના રોજ મેચ યોજવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. 14 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીનો તહેવાર છે. આ બાબતથી પરિચિત સૂત્રો સૂચવે છે કે અફઘાનિસ્તાન બોર્ડે BCCI ને પૂછ્યું છે કે શું પ્રથમ કે બીજી મેચ 14 સપ્ટેમ્બરના રોજ યોજી શકાય, કારણ કે આ શ્રેણીમાં ઉત્સવની ભાવના ઉમેરશે.
