Sports

IND vs SA Test Series / ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર બેટ્સમેન ઈજાગ્રસ્ત થવાના કારણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બહાર

Published

on

ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રુતુરાજ ગાયકવાડને લઈને એક મોટું અપડેટ સામે આવ્યા છે. સાઉથ આફ્રિકા (IND vs SA) સામેની બીજી ODIમાં ઈજાગ્રસ્ત થતાં રુતુરાજ ત્રીજી ODIમાં રમી શક્યો ન હતો. રુતુરાજ આંગળીની ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી અને હવે તે દક્ષિણ આફ્રિકા સામેની સમગ્ર ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં ટેસ્ટ શ્રેણી પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે.

સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરિઝમાં રુતુરાજ બહાર

હકીકતમાં 19 ડિસેમ્બરે પોર્ટ એલિઝાબેથમાં દક્ષિણ આફ્રિકા (IND vs SA ટેસ્ટ) સામે રમાયેલી બીજી ODI મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રૂતુરાજને આંગળીમાં ઈજા થઈ હતી. આ પછી તે ત્રીજી વનડે મેચ રમવા આવ્યો ન હતો. તેના સ્થાને રજત પાટીદારને ત્રીજી ODIમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો.

રુતુરાજ ઈજામાંથી સાજો થયો નથી. ક્રિકબઝના અહેવાલ મુજબ, તે દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

બંન્ને વન – ડેમાં રુતુરાજ ગાયકવાડ રહ્યો ફ્લોપ

જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા સામેની T-20 સીરીઝમાં રૂતુરાજનું બેટિંગ ઘણું સારું હતું, પરંતુ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન તેનું બેટ કામ નહોતું કર્યું. ગાયકવાડ ODI શ્રેણીની પ્રથમ બે ODI મેચમાં 5 અને 4 રન બનાવીને સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version