Site icon Gujarat Mirror

ગિફટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટમાં વધારો, ગુજરાત બહારના લોકોને પરમિટની જરૂર નહીં

પરમિટ ધરાવતા લોકો એક સમયે 25 મહેમાનોને આમંત્રિત કરી શકશે, નોટિફિકેશન જાહેર

ગુજરાત સરકારે GIFT સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી)માં દારૂૂબંધીના નિયમોમાં વધુ છૂટ આપતું નવું નોટિફિકેશન જાહેર કર્યુ છે. જેમાં હવે ગુજરાત બહારના લોકો એટલે કે, અન્ય રાજ્યોના મુલાકાતીઓ તેમજ વિદેશી નાગરિકોને દારૂૂ માટે પરમિટ લેવાની જરૂૂર રહેશે નહીં.

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે દારૂૂ પીવાની છૂટછાટ વધારાઈ છે. ગત શનિવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, જે વ્યક્તિઓ બહારના છે અને ગુજરાતના રહેવાસી નથી તેઓને દારૂૂ પીવા માટે પરમિટની જરૂૂર રહેશે નહીં. આમ અન્ય રાજ્યના લોકો અને વિદેશી નાગરિક પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર બતાવીને GIFT સિટીમાં દારૂૂ પી શકશે. આ લોકોને અલગથી પરમિટ લેવાની જરૂૂર નહીં રહે. આ નિર્ણય 30 ડિસેમ્બર 2023ના રોજ જાહેર કરાયેલા છૂટછાટને વધુ વિસ્તૃત કરે છે.

નવી સૂચના મુજબ, પરમિટ ધરાવતા કર્મચારીઓ હવે એક સમયે 25 મહેમાનોને આમંત્રિત કરી શકશે. આ સાથે જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, પરમિટ વગરના લોકો પણ નિર્ધારિત ફૂડ એન્ડ બેવરેજ વિસ્તારોમાં ભોજન માટે નિ:શંકા રીતે પ્રવેશ કરી શકશે.સુધારાયેલા નિયમો હેઠળ, GIFT સિટીમાં આવેલી હોટેલ અને રેસ્ટોરન્ટમાં લોન, સ્વિમિંગ પૂલની આજુબાજુ, ટેરેસ તેમજ ખાનગી હોટેલ રૂૂમમાં દારૂૂ પીરસવાની મંજૂરી આપવામાં આવી છે, જો તે સ્થળ પાસે FL-III લાયસન્સ હોય તો. અગાઉ દારૂૂ પીવાની જગ્યા માત્ર નિર્ધારિત વાઇન-એન્ડ-ડાઇન વિસ્તારોમાં અને ખાસ પરમિટ ધરાવતા કર્મચારીઓ સુધી જ મર્યાદિત હતી.

Exit mobile version