રાજકોટના ટોચના જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સનો સરવે

ઇન્કમટેક્સની I&CI વિંગનો સક્રિય, બદલી – બઢતીનો ઘાણવો ઉતરતા જ સર્ચ ઓપરેશનનો ધમધમાટ માર્ચ મહિનો પૂર્ણ થયો ત્યારબાદ સૂત્રોએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગના અધિકારીઓ…

ઇન્કમટેક્સની I&CI વિંગનો સક્રિય, બદલી – બઢતીનો ઘાણવો ઉતરતા જ સર્ચ ઓપરેશનનો ધમધમાટ

માર્ચ મહિનો પૂર્ણ થયો ત્યારબાદ સૂત્રોએ જણાવ્યું હતું કે આવકવેરા વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓની સામૂહિક બદલીનો ઘાણવો ઉતરશે પરંતુ કોઈક કારણસર બદલીઓ સમયસર થઈ શકી ન હતી ત્યારે આવકવેરા વિભાગના સૂત્રો દ્વારા હાલ જે વિગતો મળી રહી છે તેને ધ્યાને લેવામાં આવે તો રાજકોટ ખાતે ઇન્કમટેક્સની ઇન્ટેલિજન્સ એન્ડ ક્રિમિનલ ઓફેન્સ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે હાલ નામની કોઈ સ્પષ્ટતા વિભાગ દ્વારા કરવામાં આવી નથી. પરંતુ હાલ જે સર્વે ચાલી રહ્યો છે તેનાથી અનેકવિધ રાજકોટના ક્ષેત્રોમાં ફાફડાટ પણ મચી ગયો છે. પરંતુ આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર જે મોટા સર્ચ ઓપરેશન આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતા હોય છે તે જૂન એન્ડ બાદ શરૂૂ કરાશે. ત્યારે હાલ અર્જુન જવેસર્લમાં તપાસનો ધમધમાટ ચાલતો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

હાલ મે મહિનાના અંત સુધીમાં આવકવેરા વિભાગમાં બદલી અને બઢતીનો દોર જોવા મળશે હાલ તખતો ઘડાઈ ગયો છે ગમે તે ઘડીએ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ દ્વારા આ બદલીઓ કરવામાં આવે તો નવાઈ નહીં પરંતુ ચાલુ માસના અંત સુધીમાં બદલી થશે તે નક્કી થઈ ચૂક્યું છે. અને નવા અધિકારીઓ આવતાની સાથે જ જૂન મહિના બાદ સરચ ઓપરેશન હાથ ધરવામાં આવશે તેવું પણ સૂત્રોએ જણાવ્યું હતું. ગત નાણાકીય વર્ષમાં રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા એવું કોઈ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું નથી જે અંગે પણ અનેકવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટને પહોંચી વળવા માટે મોટા સરચ ઓપરેશન તેનું મહત્વનો ભાગ ભજવતા હોય છે ત્યારે રાજકોટમાં પણ આવનારા સમયમાં સર્ચ ઓપરેશન હાથ ધરાય તેવું જણાઈ રહ્યું છે.

આવકવેરા વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રિયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રોના જે સંચાલકો છે તેમના પર હાલ માર્કર મુકવામાં આવ્યા છે અગાઉ પણ સરચ ઓપરેશન માટે ની તૈયારીઓ કરી લેવામાં આવી હતી પરંતુ કોઈ પણ કારણ સબબ તે ઓપરેશન શક્ય બન્યું ન હતું. ત્યારે ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ વિંગ દ્વારા બે થી ત્રણ મોટા ઓપરેશન પાર પાડવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકોટ ઇન્વેસ્ટીગેશન વિંગના વડા ની પણ બદલી થાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે અને જો આ વાત સાચી સાબિત થાય તો જુલાઈ મહિનામાં પણ રાજકોટ વિન્ડ દ્વારા દરોડો પાડવામાં નહીં આવે તેવું પણ સૂત્રોએ જણાવ્યું હતું.