Site icon Gujarat Mirror

નાણાકીય વર્ષ 2024-25 માટે ઇન્કમ ટેક્સ દ્વારા સ્ક્રુટીની નોટિસ મોકલવાનું શરૂ

આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2024-25 માટે સ્ક્રુટિની એસેસમેન્ટની નોટિસો જારી કરવાની પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પસંદગી પામેલા કરદાતાઓને 30 જૂન 2026 સુધીમાં આ નોટિસો મોકલવામાં આવી શકે છે. આ વર્ષે બેંકિંગ ટ્રાન્ઝેક્શન, કેશ ડિપોઝિટ, સર્ચ-સર્વે કેસ અને અન્ય તપાસ એજન્સીઓના રેફરન્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

ટેક્સ નિષ્ણાત સી.એ. પારસ શાહે જણાવ્યું કે કેટલાક કિસ્સામાં 50 લાખ રૂૂપિયા સુધીના બેંકિંગ ટ્રાન્ઝેક્શન ધરાવતા કરદાતાઓ પણ સ્ક્રુટિની માટે પસંદ થઈ શકે છે. તેથી તમામ કરદાતાઓએ પોતાના બેંક સ્ટેટમેન્ટ, આવકના સ્ત્રોત અને વ્યવહારોના પુરાવા તૈયાર રાખવા જોઈએ.

આવકવેરા વિભાગે જાહેર કરેલા માપદંડો અનુસાર 1 એપ્રિલ 2024 પછી સર્ચ અથવા સર્વે થયેલા કેસોને પ્રાથમિકતા આપવામાં આવશે. ટ્રસ્ટો દ્વારા ITR-7માં ટેક્સ એક્ઝેમ્પશનનો દાવો કરેલા કેસો, સેક્શન 158ઇથી 158BI હેઠળના બ્લોક એસેસમેન્ટ કેસ અને સર્ચમાં મળેલી બિનહિસાબી આવક પર 60 ટકા ટેક્સ લાગુ પડતા કેસો પણ આ દાયરામાં સામેલ છે. વિભાગ ખાસ કરીને કેશ ડિપોઝિટ અને જૂના વિવાદિત કેસો પર નજર રાખી રહ્યું છે. જે કરદાતાઓના અગાઉના વર્ષોમાં એડિશન થયા હોય અને તે અપીલમાં ટકી રહ્યા હોય તેમના વર્તમાન વર્ષના સમાન મુદ્દાઓ પર ફરી નજર પડશે. મેટ્રો શહેરોમાં 50 લાખ અને નોન-મેટ્રોમાં 20 લાખ રૂૂપિયાથી વધુના કેસોમાં સ્ક્રુટિનીની સંભાવના વધુ રહે છે.

નિષ્ણાતોની સલાહ છે કે કરદાતાઓએ બેંક સ્ટેટમેન્ટ અને પાસબુક, આવકના સ્ત્રોતના પુરાવા, રોકાણ, મિલકત તેમજ મોટા વ્યવહારોના દસ્તાવેજ, ITR અને એકાઉન્ટ્સના રેકોર્ડ તૈયાર રાખવા જોઈએ. આ વખતે વિભાગની ડિજિટલ મોનિટરિંગ વ્યવસ્થા વધુ સક્રિય છે. કરદાતાઓએ તમામ વ્યવહારોમાં પારદર્શિતા જાળવવી જરૂૂરી છે જેથી અનાવશ્યક તકલીફ ટળી શકે. આકારણી 12 મહિનાની અંદર પૂર્ણ કરવાની ફરજ વિભાગ પર છે.

Exit mobile version