રાષ્ટ્રીય

કરદાતાઓ માટે આવકવેરા વિભાગ લોન્ચ કરશે નવું ITR ઇ-ફાઇલિંગ પોર્ટલ

Published

on

નવી સિસ્ટમાંથી પ્રક્રિયા વધુ સરળ અને સુરક્ષિત બનશે

આવકવેરા વિભાગે આવકવેરા ફાઇલિંગ પોર્ટલમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવાની યોજના બનાવી છે. એક આંતરિક માહિતી બહાર આવી છે કે એક નવું ઈંઝછ ઈ-ફાઈલિંગ પોર્ટલ ઈંઊઈ 3.0 ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. ઈંઝછ ફાઇલિંગ પરનો નવો પ્રોજેક્ટ ઈંઊઈ 2.0 ની વિશેષતાઓને સુધારવા તેમજ તેને સરળ અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવશે.


આવકવેરા વિભાગે, 8 ઓક્ટોબર, 2024ના રોજના આંતરિક અહેવાલમાં જણાવ્યું હતું કે વર્તમાન ઈ-ફાઈલિંગ અને સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર (આઈઈસી) 2.0 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે, અહેવાલમાં જણાવાયું છે. આ સાથે, ઈંઊઈ 3.0 ને નવા પ્રોજેક્ટ તરીકે લાવવાની પ્રક્રિયા શરૂૂ થઈ ગઈ છે, જે ઈંઊઈ 2.0 ને રિપ્લેસ કરશે. ઈંઊઈ 3.0 શું છે તે સમજતા પહેલા, તમારે ઈંઊઈ પ્રોજેક્ટ શું છે તે સમજવાની જરૂૂર છે. ઈંઊઈ પ્રોજેક્ટ કરદાતાઓને ઈ-ફાઈલિંગ પ્લેટફોર્મ પૂરું પાડે છે જે તેમને ઈલેક્ટ્રોનિક રીતે તેમનો ઈંઝછ ફાઈલ કરવા, ફોર્મ સબમિટ કરવા અને અન્ય કર સંબંધિત સેવાઓને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે.

સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર એ ઈંઊઈ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ઘટક છે જે ઈ-ફાઈલિંગ પોર્ટલ અને ઈંઝઇઅની મદદથી ઈંઝછ સબમિશન માટે જવાબદાર છે. આ સિવાય તમને ઈંઊઈ પર બેક-ઓફિસ (ઇઘ) પોર્ટલ પણ મળે છે, જેની મદદથી ફિલ્ડ ઓફિસર્સ કરદાતાના ફાઇલિંગ અને પ્રોસેસિંગ ડેટાને એક્સેસ કરી શકે છે.


આવકવેરા વિભાગ પ્રોજેક્ટ ઈંઊઈ 3.0 લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, જે ઈંઝછની પ્રક્રિયામાં જરૂૂરી સુધારા લાવવાનું વચન આપે છે. નવી સિસ્ટમમાં આઈટીઆરની પ્રક્રિયાને ઝડપી બનાવવા નવી ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી કરદાતાઓને ઝડપથી રિફંડ મળી શકે. વધુમાં, તે ઈંઊઈ 2.0 ની ખામીઓ અને ફરિયાદોને ઘટાડી શકે છે. નવા પ્રોજેક્ટ ઈંઊઈ 3.0 માં, તમને પ્રોજેક્ટ ઈંઊઈ 2.0 ની તમામ સુવિધાઓ જ નહીં મળે, પરંતુ તેમાં વધુ સારી સિસ્ટમ્સ પણ લાગુ કરી શકાય છે.


આ નવી સિસ્ટમથી કરદાતાઓને સુરક્ષિત અને યુઝર ફ્રેન્ડલી સિસ્ટમ મળશે. ટેક્સ વિભાગના આંતરિક પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે આ ફેરફાર ઇ-ફાઇલિંગ અનુભવને સુધારવાનો અને કરદાતાઓ માટે પ્રક્રિયાને વધુ સરળ અને વ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version