રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.10/02/2026ના રોજ વોર્ડ નં.1માં 1) રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં આવેલ જાકીર હુસૈન સ્કૂલની બાજુમાં આવેલ પ્લોટમાં પેવીંગ બ્લોક નાખવાનું કામ. (1200 સ્ક્વેર મીટર, રૂૂ.9.70 લાખ), 2) રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં આવેલ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેસન લાગુ એરિયામાં પેવીંગ બ્લોક નાખવાનું કામ. (4190 સ્ક્વેર મીટર, રૂૂ. 31 લાખ), 3) રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં જનભાગીદારી યોજના(70:20:10) હેઠળ રસ્તાની બન્ને સાઈડ સોલ્ડરમાં પેવિંગ બ્લોક નાખવાનું કામ. (4560 સ્ક્વેર મીટર, રૂૂ. 44.24 લાખ), એમ મળી કુલ રૂૂ.84.94 લાખના ખર્ચે પેવીંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.
આ ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી લલિતભાઈ વાડોલીયા, કોર્પોરેટર ડો હિરેનભાઈ ખીમાણીયા, ડો.અલ્પેશભાઈ મોરજરીયા, દુર્ગાબા જાડેજા, વોર્ડ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, વોર્ડ મહામંત્રી નાગજીભાઈ વરુ, રાણાભાઈ ગોજીયા તેમજ વોર્ડના બધા સંગઠન સભ્યો તથા વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહેલ.

