Site icon Gujarat Mirror

ખંભાળિયામાં રૂ.21 કરોડથી વધુના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

ખંભાળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે વિકાસ કાર્યો તેમજ નગરજનોને પાયાની તમામ જરૂૂરિયાતો મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ખંભાળિયામાં રૂૂ. 21 કરોડથી વધુની કિંમતના જુદા જુદા કામોના લોકાર્પણ તથા ખાત મુહૂર્ત ગઈકાલે ગુરુવારે કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા ખંભાળિયા નગરપાલિકાને જુદી જુદી યોજના હેઠળ પ્રાપ્ત થયેલી ગ્રાન્ટના રૂૂ. 3.50 કરોડના ખર્ચે અહીંના સલાયા ગેઈટ, પોર ગેઈટ, દ્વારકા ગેઈટ અને નવડેરાના હેરિટેજ સ્થળોને ડેવલપ કરવા, રૂૂ. 73 લાખના ખર્ચે યોગ કેન્દ્રમાં મહિલાઓ માટે જીમ બનાવવા, રૂૂ. 80 લાખના ખર્ચે નગર ગેઈટથી મિલન ચાર રસ્તા સુધી સી.સી. રોડ બનાવવા એમ કુલ રૂૂ. 5.03 કરોડના ખર્ચે ત્રણ કામોના લોકાર્પણ તેમજ રૂૂ. પાંચ કરોડના ખર્ચે વેલકમ ગેઈટ પાસેથી આઇકોનિક રોડ ડેવલપ કરવાના કામનું ખાત મુહૂર્ત ઉપરાંત રૂૂપિયા 11.30 કરોડના ખર્ચે હિંદુ સ્મશાનમાં વિવિધ સુવિધાઓ, ખામનાથ પૂલથી કણઝાર સુધી સી.સી. રોડ અને રોડ ડિવાઈડર, ટાઉનહોલ પુલ નજીક સી.સી. રોડ અને ફૂટપાથ, સ્ટ્રોંમ વોટર ડ્રેનેજ બનાવવાનું કામ, તેલી નદી પાસે એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઇટનું કામ, મ્યુનિસિપલ ગાર્ડનમાં બાળકો માટે ટોય ટ્રેન અને અન્ય વિકાસ કામોનું ખાત મુહૂર્ત ગુરુવારે સાંજે અહીંના મ્યુનિસિપલ યોગ કેન્દ્ર ખાતેથી કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ અને અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરા અધ્યક્ષ સ્થાને રહ્યા હતા. આ સાથે શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા. આ આયોજન માટે નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુર, પ્રમુખ રચનાબેન મોટાણી, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પતાણી અને કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, જગુભાઈ રાયચુરા, હિતેશભાઈ ગોકાણી, રવિરાજસિંહ જાડેજા, અગ્રણી એભાભાઈ કરમુર તથા સદસ્યો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ નવી સુવિધાઓ શહેરને પ્રાપ્ત થતા નગરજનોની સુખાકારીમાં વધારો થશે.

Exit mobile version