Site icon Gujarat Mirror

ધોરાજીના તોરણિયામાં પતિએ પત્નીને બેરહેમીથી માર મારી બટકા ભર્યા

oplus_32

મેરેજ એપ્લીકેશન બાદ નણંદો મેણાટોણા મારી ત્રાસ આપતી હોવાનો આક્ષેપ

ધોરાજી તાલુકાના તોરણીયા ગામે સાત માસ પહેલા જ મેરેજ એપ્લીકેશન મારફતે લગ્ન કરનાર પરિણીતાને પતિએ બેરહેમીથી માર મારી બચકા ભર્યા હતાં. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી. લગ્ન બાદ નણંદો મેણાટોણા મારી પતિને ચઢામણી કરી ત્રાસ આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ધોરાજીનાં તોરણીયામાં રહેતી ભાવિશાબેન અંકીતભાઈ ખીસડીયા નામની 34 વર્ષની પરિણીતા રાત્રીનાં દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે પતિ અંકીત ખીસડીયાએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી હાથે બચકા ભરી લીધા હતાં. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં ભાવિશાબેનનો ભાઈ ધવલ ગૌસ્વામી રાજકોટમાં રહે છે. ભાવિશાબેને સાત માસ પૂર્વે મેરેજ એપ્લીકેશન મારફતે બીજા લગ્ન કર્યા છે અને અંકીત ખીસડીયા કાર લે-વેચનું કામ કરે છે. નણંદ ઉર્મિલાબેન અને સારિકાબેન મેણાટોણા મારી પતિને ચઢામણી કરતાં હોવાથી પતિએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ધોરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version